ખેરગામમાં સિઝનનો ૧૨૧ ઇંચ વરસાદ ઝિકાયો
- byDamanganga Times
- 15 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નવસારી, તા.૧૪ ઃ નવસારી જિલ્લાના છ (૬) તાલુકા પૈકી સિઝનનોં વરસાદ જાઈઍ તો ખેરગામ તાલુકામાં ૧૨૧ ઇંચ ((૩,૦૩૪ મિમી.)જેટલો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. નવસારી જિ.માં ચોમાસાના ભાદરવા માસના -ારંભમાં વરસાદ તા. ૧૩-૯-૨૬ સુધીમાં નવસારી તા. મા- ૨,૦૯૩, જલાલપોર -૧,૮૮૯, ગણદેવી- ૨,૦૮૦; ચીખલી -૨,૫૭૪, વાંસદા -૨,૭૩૪, અને ખેરગામમા- ૩,૦૧૦ મિમી. નોંધાતા ખેરગામ- નવસારી જિ.માં વરસાદ ઝીલવામાં -થમ રહી ૧૨૧ ઈચ વર્ષા નોધાઈ છે. ડાંગ ના આહવામા ૨,૬૧૦, વઘઈ ૩,૦૦૦.-ડોલવણ-૨,૦૦૦ મિમી. વરસાદ નોંધાયો છે.
ખેરગામ તાલુકાના ત્રણ ડૂબાઉ કૉઝવૅ ઉપરવાસના ભારે વરસાદના કારણે પાણી ફરી વળતા બંધ થઈ જતા રાહદારીઓ ને તકલીફ થઈ હતી.
