આહવામાં હિટ ઍન્ડ રનનો નાસી છુટેલો આરોપી ઝડપાયો
- byDamanganga Times
- 15 September, 2026
સાપુતારા, તા.૧૪ ઃ આહવા-ચિંચલી રોડ પર માદલબારી ગામે ગાયઘર નામે ઓળખાતી જગ્યા પાસે ઍક અજાણ્યા ફોરવ્હીલ ચાલકે પોતાની ગાડી પૂરઝડપે હંકારી બાઈક ચાલકને સામેથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો ચાલક પોતાના વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, આ વણઉકેલાયેલા ગુના આહવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. સાંખલા દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આહવા પોલીસ ટીમે વિસ્તારના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ ઍનાલિસિસ અને હ્નામન સોર્સીસ ની મદદથી સતત પ્રયાસો હાથ ધર્યા હતા. આ ટેકનિકલ અને માનવ સંસાધનોના સચોટ ઉપયોગથી પોલીસે ગુનામાં સંડોવાયેલ વાહનની ઓળખ કરી આરોપીને નાંદનપેડા ગામેથી ઝડપી પાડ્યો હતો.
પોલીસે આ કેસમાં ૪૧ વર્ષીય ડ્રાઇવિંગનો ધંધો કરતા જુમ્મા રહેમાનભાઇ વાની (રહે. નાંદનપેડા, તા. આહવા, જી. ડાંગ) ની અટકાયત કરી છે. તેની સાથે અકસ્માતમાં સંડોવાયેલ બોલેરો પિકઅપ ગાડી (નંબર ઞ્થ્-૧૫-ળ્ળ્-૧૫૭૬) પણ કબ્જે કરવામાં આવી છે.
