બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિરે કેવડા ત્રીજે મહિલાઅો પૂજા માટે ઉમટી
- byDamanganga Times
- 15 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૧૪ ઃ બીલીમોરાના પવિત્ર સોમનાથ મહાદેવ મંદિરે સોમવારે વહેલી સવારથી જ વ્રતધારી મહિલાઓની ભીડ ઉમટી પડી હતી.
મહિલાઓઍ ઉપવાસ અને વ્રતના ધાર્મિક નિયમોનું પાલન કરી ભગવાન શિવના સાનિધ્યમાં પાર્થિવ શિવલિંગની શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. મંદિરના પૂજારી આચાર્ય જોગેન્દ્ર વ્યાસના માર્ગદર્શન હેઠળ આશરે ત્રણ હજાર જેટલી વ્રતધારી મહિલાઓઍ પાર્થિવ શિવલિંગનું વિધિવત્ પૂજન કર્યું હતું. પૂજન દરમિયાન ભગવાન શિવ-પાર્વતીને ફૂલ, બિલિપત્ર સહિતની પૂજાસામગ્રી અર્પણ કરી મહિલાઓઍ પોતાના પરિવારના સુખ-શાંતિ, પતિના દીર્ઘાયુષ્ય અને અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરી હતી. સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં મોટી સંખ્યામાં મહિલાઓઍ ઍકસાથે પાર્થિવ શિવલિંગનું પૂજન કરતાં સમગ્ર મંદિર પરિસર ભક્તિરસ અને આધ્યાત્મિક ઉર્જાથી છલકાઈ ઉઠ્યું હતું.
