પારડીમાં ‘કાઉ ડંગ’માંથી ઈકો ફ્રેન્ડલી ગણેશની સ્થાપના
- byDamanganga Times
- 15 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૪ ઃ પારડી સાથે તાલુકાના ગામડાઓમાં આજરોજ ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે શ્રીજીની પ્રતિમા વિધિવત હિન્દુ ધાર્મિક પરંપરા મુજબ ગણેશ મંડળોમાં સ્થાપિત કરવામાં આવી હતી. લગભગ સમગ્ર તાલુકામાં હજારથી વધારે નાની મોટી પ્રતિમાઓની ગણેશ મંડળોમાં ભક્તોઍ સ્થાપના કરી છે.
ખાસ બાબત તો આ છે કે પારડીમાં પહેલી વખત વલસાડીઝાપા ગણેશ મંડળમાં ગાયના છાણમાંથી બનાવેલ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. પારડી બાલાખાડીના રાજા, ચાર રસ્તાના રાજા, દમણી ઝાંપા ત્રણ રસ્તાના રાજા સહિત પારડીના અન્ય તમામ વિસ્તારોમાં વિશાળ પ્રતિમાઓ અને શ્રીજીની આજે પરંપરાગત રીતે હિન્દુ ધાર્મિક વિધિ પ્રમાણે બ્રાહ્મણના મંત્રોચાર સાથે સ્થાપિત કરવામાં આવી હતી. દરેક મંડળોમાં કથા, પૂજન અને આરતી કરવામાં આવી હતી. શ્રીજીને ભોગ ધરાવવામાં આવ્યો હતો.
આ સિવાય તાલુકાના ગામડાઓ ઉદવાડા રેલવે સ્ટેશન, ઉદવાડાગામ, ઉમરસાડી, કોલક, પરિયા, ટુકવાડા, બગવાડા, મોટા વાઘછીપા સહિત પંથકના ગામડાઓમાં વિશાળ સંખ્યામાં નાની મોટી મૂર્તિઓ વિધિવત પુજા આરતી સાથે આજે સ્થાપિત કરવામાં આવી હતી. સાથે ભક્તોઍ આ સાથે ગણેશ ઉત્સવની શરૂઆત કરી છે. હવે વિવિધ પ્રોગ્રામો યોજાશે ત્યારે મંગળવારે ઍક દિવસના શ્રીજીની પ્રતિમાનું વિસર્જન પાર નદી અને અન્ય વિસ્તારોમાં થનાર છે. ગણેશ સ્થાપના સાથે ભકિતમય માહોલ સર્જાયો છે.
