Damanganga Times.

Damanganga Times.

September 15, 2026

વાપીમાં પર્યુષણ પર્વના જાહેરનામાના ભંગ સામે કાર્યવાહીની માંગ

વાપીમાં પર્યુષણ પર્વના જાહેરનામાના ભંગ સામે કાર્યવાહીની માંગ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૪ ઃ વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા કબ્રસ્તાન રોડ પર પર્યુષણ પર્વ દરમિયાન જાહેરનામાનો ભંગ કરી ચિકન, મટન, માંસ-મચ્છીની દુકાનો ચાલુ રાખવામાં આવતી હોવાને લઈ ફરિયાદ ઉઠી છે. ઍટલું જ નહીં, કેટલાક સ્થળોઍ દુકાનના શટર અને દરવાજા બંધ કરી અંદરથી નોનવેજ બનાવવાની કામગીરી પણ ચાલી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વાપી પંથકમાં પર્યુષણ પર્વ દરમિયાન માંસાહારી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ અંગે રાજ્ય સરકાર અને વાપી મહાનગરપાલિકા તેમજ જિલ્લા કલેકટર નુ જાહેરનામું અમલમાં હોવા છતાં ઉપરોક્ત પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોવાની બાબતને ગંભીરતાથી લઈ વલસાડ જિલ્લા હિંસા નિવારણ સંઘના અગ્રણી અને ભારત સરકારના ઍનિમલ બોર્ડના તેમ જ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ ગાંધીનગરના સભ્ય ઍવા વાપીના  રાજેશભાઈ હસ્તીમલભાઈ શાહ દ્વારા વાપી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી ઉપરોક્ત પ્રવૃત્તિઓ કરનારાઓ સામે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે અને જાહેરનામાનો ભંગ કરનાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથે જૈન ધર્મના પર્યુષણ પર્વમાં તેઓની લાગણી દુબઈ તેવી આ પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ કરી છે.