Damanganga Times.

Damanganga Times.

September 14, 2026

વાપી જે-ટાઈપ આરઅોબી અને ઍફઅોબીની કામગીરી પૂર્ણતાના આરે

વાપી જે-ટાઈપ આરઅોબી અને ઍફઅોબીની કામગીરી પૂર્ણતાના આરે


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૩ ઃ  વાપી રેલ્વે સ્ટેશનના પૂર્વથી પડ્ઢિમ વિસ્તારમાં પગપાળા અવર જવર અને યાત્રીઓને પ્લેટફોર્મ ૧ થી ૨ ,૩ પર આવવા જવા માટે ૫૦ કરોડના ખર્ચે નિર્માણાધિન ફૂટ ઓવર બ્રિજનું કામ સોમવારે પૂર્ણ થઈ ગયું હશે. પડ્ઢિમ રેલવેના અત્યંત વ્યસ્ત સ્ટેશનોમાં સ્થાન ધરાવતા વાપી રેલ્વે સ્ટેશન પર દરરોજ ૫૫ હજારથી વધુ મુસાફરોની અવરજવર થાય છે. વધતા મુસાફરભારને ધ્યાનમાં રાખીને સ્ટેશનના પૂર્વ અને પડ્ઢિમ ભાગને જોડતો આશરે રૂ. ૫૦ કરોડના ખર્ચે આધુનિક ફૂટ ઓવરબ્રિજ (ઍફઓબી) બનાવવાની કામગીરીમાં શનિવારે લોખંડના સ્પાન રેલ્વે ટ્રેક ઉપરના ભાગે ફિટ કરવાનું કામ શનિવારે ૫૦ ટકા પૂર્ણ કર્યા બાદ આજે રવિવાર રાત્રે બાકીનું અધૂરું કામ પૂર્ણ થઈ જશે તેવું સત્તાવાર સૂત્રોઍ જણાવ્યું છે.જે બાદ નિર્માણ ઍજન્સી દ્વારા બ્રિજના બંને છેડે ફલોરિંગ, છત, લાઇટિંગ, લિફટ સહિતની અંતિમ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આ બ્રિજ પૂર્ણ થયા બાદ મુસાફરો પ્લેટફોર્મ નં. ૧ પરથી સીધા પ્લેટફોર્મ નં. ૨ અને ૩ પર તેમજ સ્ટેશનના પૂર્વ અને પડ્ઢિમ બહારના માર્ગ સુધી સરળતાથી પહોંચી શકશે. જોકે દિવાળી સુધીમાં આ બ્રિજ લોકાર્પણ કરાય તેવી શક્યતા છે.