Damanganga Times.

Damanganga Times.

September 14, 2026

નારગોલ બીચને ‘બ્લુ ફલેગ બીચ’ બનાવવાનો સંકલ્પ

નારગોલ બીચને ‘બ્લુ ફલેગ બીચ’ બનાવવાનો સંકલ્પ


(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૧૩ ઃ આંતરરાષ્ટ્રીય સફાઈ કાંઠા દિવસ નિમિત્તે કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા તા. ૧૨ થી ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર – ૨૦૨૬ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ બીચ ખાતે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું. જેમાં ધારાસભ્ય રમણલાલ પાટકર, જિલ્લા કલેકટર નીતિન સાંગવાન  સહિત વિવિધ સંગઠનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈઍ જણાવ્યું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના હિમાયતી હતા. સ્વચ્છતા માટેનો ઍમનો આગ્રહ સમગ્ર વિશ્વમાં જાણીતો છે અને ત્યારપછી જો દેશના કોઈપણ વડાપ્રધાને જાહેરાત કરી હોય કે મારે સ્વચ્છ ભારત મહાત્મા ગાંધીજીને ભેટ આપવું છે
નારગોલ બીચ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે કલેક્ટર નીતિન સાંગવાને કરેલા અથાગ પ્રયત્નોને મંત્રીઍ બિરદાવી વિવિધ સંસ્થા અને સહભાગીઓને પણ અભિનંદન પાઠવી વધુમાં જણાવ્યું કે, શિવરાજપુર બીચને મહત્વ આપી સરકારે બજેટમાં ઍના વિકાસ માટે જોગવાઈ કરી તો નારગોલ બીચ માટે પણ મને ચોક્કસ ખાતરી છે કે, આપણે સફાઈ અભિયાન હાથ ધરી નારગોલ બીચને ઍક સુંદર સ્થળ બનાવીઍ, કલેક્ટરે સફાઈ અભિયાનની આ ડ્રાઇવ શરૂ કરી છે, ઍ ડ્રાઇવ ત્રણથી ચાર મહિના સુધી ચલાવવી પડશે. ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે જણાવ્યું કે, જિલ્લા કલેકટર નીતિન સાંગવાન અવરનવર નારગોલ બીચ પર આવી જાતે જ સફાઈ અભિયાન હાથ ધરી લોકોને પ્રોત્સાહિત કરી રહ્ના છે ઍ આપણા સૌ માટે ખૂબ જ ગર્વની બાબત છે. આપણે સૌ સફાઈ અભિયાનને આપણા જીવનનો મંત્ર બનાવીઍ. આવનારા દિવસોમાં આ દરિયાઈ પટ્ટીને વિકસાવવા માટે બધાની પણ ફરજ છે કે, આ નારગોલ બીચને સ્વચ્છ અને સુંદર રાખીઍ.
જિલ્લા કલેકટર નીતિન સાંગવાને જણાવ્યું કે, નારગોલ બીચ ખૂબ જ સુંદર બીચ છે. આપણે બધા પ્રયત્ન કરીશું તો ઍક સારામાં સારો બ્લુ ફલેગ બીચ જેવો સ્ટેન્ડર્ડ બીચ બનાવી શકીશું.
પારડી પ્રાંત અધિકારી નિરવ પટેલે જણાવ્યું કે, નારગોલ બીચના સફાઈ અભિયાન માટે ઉમરગામ ઈન્ડ્રસ્ટીઝ ઍસોસિઍશન દ્વારા ૨૫ માણસો ફાળવાયા છે. આ સિવાય મરીન ટાસ્ક ફોર્સ, ઍસઆરપી ગૃપ કલગામ, ટાટા વાડિયા સ્કૂલ, દક્ષિણા વિદ્યાલય અને જલારામ સ્કૂલ પણ આ સફાઈ અભિયાનમાં જોડાઈ છે.
આ પ્રંસગે ગામના આગેવાન યતિનભાઈ ભંડારીઍ સ્વાગત પ્રવચન કર્યુ હતું. મોટી સંખ્યામાં ગ્રામજનો સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને નારગોલને સુંદર બીચ બનાવવાના સંકલ્પ લીધા હતા.