Damanganga Times.

Damanganga Times.

September 14, 2026

ટુકવાડામાં દીપડાઍ કૂતરાનું મારણ કર્યુ

ટુકવાડામાં દીપડાઍ કૂતરાનું મારણ કર્યુ



(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા.૧૩ ઃ સામાજીક વનિકરણ રેંજ પારડીના કાર્ય વિસ્તારમા આવેલ પારડી તાલુકાના ટુકવાડા ગામમાં આહિર ફળીયા ખાતે બાબુભાઈ ભાણીયાભાઈ આહિરના ધરની બાજુમા કુતરાનુ મારણ તા.૦૭ ૦૯ ૨૦૨૬ના રોજ વન્યપ્રાણી દિપડાઍ મારણ કરવાની ફરીયાદ સરપંચ ટુકવાડા તેજલ બેન દિપેશભાઈ પટેલ દ્રારા રેંજ ફોરેસ્ટ ઓફિસર અંકિતભાઈ ઍમ. પટેલ પારડીને કરતા વન વિભાગનો સ્ટાફ તાત્કાલીક સ્થળની મુલાકાત કરી હતી સ્થળ પર પાંજરૂ ગોઠવણ કરી હતી ત્યાર બાદ ગઈ કાલ તા. ૧૨ ૦૯ ૨૦૨૬ ના રોજ  સાંજે આશરે  ૦૭ઃ૪૫ કલાકે વન્યપ્રાણી દિપડો પાંજરૂમા પુરાતા વન વિભાગ ટીમ સ્થળ પર પહોંચી પાંજરૂ કબજે લઈને વન્યપ્રાણી દિપડા માદા-૧નો કબ્જો મેળવી સુરક્ષિત જગ્યાઍ ખસેડી લાવવામા આવેલ છે.

જેનુ પશુચિકિત્સક પારડી ધ્વારા મેડીકલ ચેકઅપ કરી નાયબ વન સંરક્ષક વલસાડના માર્ગદર્શન હેઠળ વન્યપ્રાણીને જંગલ વિસ્તારમા મુક્ત કરવાની આગળની કાર્યવાહી હાથ ધરવામા આવશે.