ધરમપુર-નાનાપોંઢા રોડ પર બે બાઈક અથડાતા ઍકનું મોત
- byDamanganga Times
- 14 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૧૩ ઃ ધરમપુર તાલુકાના બારોલિયા ગામ નજીક ધરમપુરથી નાનાપોઢા તરફ જતા માર્ગ પર બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઍક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
પ્રા માહિતી અનુસાર રોજ આશરે સાંજે ૬ઃ૪૫ વાગ્યાના અરસામાં બારોલિયા ગામના આશ્રમ ફળિયા નજીક આ અકસ્માત બન્યો હતો. ફરિયાદી પોતાની હોન્ડા ઍક્ટિવા પર જઈ રહ્ના હતા ત્યારે સામેથી આવતી હોન્ડા યુનિકોર્ન મોટરસાયકલના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં ઍક્ટિવા સાથે સામસામે અથડામણ થઈ હતી.
અકસ્મતમાં ફરિયાદીને જમણા હાથ તથા પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી. જ્યારે યુનિકોર્ન મોટરસાયકલ પર પાછળ બેઠેલા સંદીપકુમાર રામાયણ-સાદ તિવારી નીચે પટકાઈ જતા ટ્રકના પાછળના ટાયર નીચે આવી ગયા હતા. ગંભીર ઈજાઓને પગલે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ધરમપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
