Damanganga Times.

Damanganga Times.

September 14, 2026

ડુંગરી પોલીસે લક્ઝરી બસમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો

ડુંગરી પોલીસે લક્ઝરી બસમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૩ ઃ નેશનલ હાઈવે નં. ૪૮ પર આવેલા પંચલાઈ સ્થિત હોટલ પુરોહિતના ર્પાકિંગમાં ઊભેલી લક્ઝરી બસમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરનાર આરોપીને ડુંગરી પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી રૂપિયા ૧,૫૭,૦૭૦ નો મુદ્દામાલ રિકવર કર્યો છે.
 વલસાડ જિલ્લાના નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલા પંચાલય સ્થિત હોટલ પુરોહિત ના ર્પાકિંગમાં  ઉભેલી લક્ઝરી બસમાંથી સોના ચાંદી દાગીના તેમજ રોકડ રૂપિયાની ચોરી થવાની ઘટના બની હતી જે ચોરી બનાવો અંગે ડુંગરી પોલીસની ટીમ  પેટ્રોલિંગમાં ફરતે હતી તે દરમિયાન મળેલી બાતમી આધારે  ખાનગી બસમાંથી શંકાસ્પદ ઈસમ  મૃત્યુંજય ઉર્ફે લાલુ વિજયાસ`હ પુનમચંદ ચૌહાણ ઉં.વ. ૨૯, રહે કરોંદીયા, તા. કસરાવદ, જિ. ખરગોન, મધ્યપ્રદેશ ની પૂછપરછ કરતા તેની પાસેથી સોનાનું મંગળસૂત્રનું પેન્ડેન્ટ અને મણકા ૮૦,૦૦૦, ચાંદીનો કંદોરો ૫૦,૦૦૦, ચાંદી ના પાયલ૧૫,૦૦૦, રોકડા રૂપિયા૧૨,૦૭૦ મળી કુલ ૧, ૫૭,૦૭૦ ના મુદ્દા માલ સાથે આરોપીની ધરપકડ કરી હતી.