Damanganga Times.

Damanganga Times.

September 14, 2026

ચીખલીના ચાસા ગામે બાઈક સ્લીપ થતાં ઘવાયેલા યુવકનું મોત

ચીખલીના ચાસા ગામે બાઈક સ્લીપ થતાં ઘવાયેલા યુવકનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૧૩ ઃ ચીખલી તાલુકાના દેગામ ગામે થી બે યુવાનો ટાંકલ ગણપતિનું આગમન જોઈને પરત ફરતા ચાસા ગામે મોટરસાયકલ સ્લીપ થઈ જતા મોટરસાયકલ સવારનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજવા પામ્યું છે જ્યારે પાછળ બેઠેલ યુવાનને શરીરે નાની મોટી ઇજા પહોંચી હોવાનો બનાવ ચીખલી પોલીસ મથકે નોંધાવા પામ્યો છે.
બનાવની પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી તાલુકાના દેગામ કુંભાર ખાંચ ફળીયા ખાતે રહેતા આશિષ પ્રકાશભાઈ રાઠોડ ઉ.વ. ૨૦ તથા તેનો મિત્ર આયુષ ચંદુભાઈ હળપતિ સાથે હોન્ડા યુનિકોન મોટરસાયકલ નંબર સ્ત્રિં્ ૨૧ ફુત્ર્ ૩૭૨૩ લઈને ટાંકલ ગામ ખાતે ગણપતિ આગમન જોવા માટે ગયા હતા અને રાત્રિના આશરે ૧૨ વાગ્યાના સુમારે ઘરે પરત આવી રહ્ના હતા. દરમિયાન ચાસા ગામ આમલા ફળિયામાં આવેલ અહમદભાઈ મુબારક ભાઈ ના ઘર ની સામે જાહેર રોડ ઉપર મોટરસાયકલ સ્લીપ થઈ જતા આ બંને યુવાનો રોડ ઉપર પટકાતા  આશિષ પ્રકાશભાઈ રાઠોડને માથામાં ગંભીર ઈજા પહોંચતા પ્રથમ સારવાર આલીપોર હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા સારવાર દરમિયાન આશિષ પ્રકાશભાઈ રાઠોડનું કરુણ મોત નીપજવા પામ્યું હતું જ્યારે આયુષ ચંદુભાઈ હળપતિને શરીરે નાની-મોટી ઇજા પહોંચી હોવાનો બનાવ ચીખલી પોલીસ મથકે નોંધાતા બનાવની વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીઍસઆઇ આર ઍન વાડલે હાથ ધરી છે.