Damanganga Times.

Damanganga Times.

September 14, 2026

વાપીના છીરીમાં બંધ ફલેટમાંથી રૂ.૧.૨૨ લાખના દાગીના ચોરી

વાપીના છીરીમાં બંધ ફલેટમાંથી રૂ.૧.૨૨ લાખના દાગીના ચોરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૩ ઃ છીરી જયભારત નગર, તુલસી પાર્ક ફ્લેટ નં.૨૦૬ માં રહેતા મૂળ બિહારના ધીરજ ઉગેશ્વર શર્મા (ઉ.વ.૩૨, ધંધો સિવિલ કન્સ્ટ્રક્શન) ના બંધ ફલેટમાંથી અજાણ્યા તસ્કરો સોના-ચાંદીના દાગીના ચોરી ગયા છે.
ફરિયાદ મુજબ તા.૧૭/૦૮/૨૦૨૬ ના રોજ તેઓ પરિવાર સાથે વતન બિહાર સાળાના અંતિમ સંસ્કારમાં ગયા હતા. તા.૦૭/૦૮ ના રોજ ટ્રેનમાં નીકળ્યા હતા અને તા.૧૦/૦૮/૨૦૨૬ ના રોજ રાત્રે ૨ વાગ્યે પત્ની પૂર્ણિમા સાથે પરત આવતા ઘરનો દરવાજો લોક મારેલો હતો. અંદર જતા હોલ અને બેડરૂમમાં સામાન વેરવિખેર હતો. રસોડામાં લાકડાના ટેબલ નીચે મુકેલી માતાની લોખંડની પેટીનું તાળું તોડી અંદરથી  સોનાનો ટીકો ૨ ગ્રામ રૂ.૨૪,૦૦૦,  મંગળસૂત્ર ૩ ગ્રામ રૂ.૩૬,૦૦૦,  ઢોલના પેન્ડલ ૧.૩ ગ્રામ રૂ.૧૫,૬૦૦,  નાકની નથીયા ૩ ગ્રામ રૂ.૩૬,૦૦૦,  ચાંદીનો કમરબંધ ૧૫૨ ગ્રામ રૂ.૭૦૦૦ અને  હાથના પંજાની જોડી ૬૮ ગ્રામ રૂ.૪૦૦૦ મળી કુલ રૂ.૧,૨૨,૬૦૦ ના દાગીના ચોરાયા હતા.
પાછળની શિવા હાઇટ્સના સીસીટીવીમાં તા.૦૮/૦૮ ના રોજ રાત્રે ૩ થી ૩ઃ૫૦ દરમિયાન અજાણ્યા ઈસમો બહાર નીકળતા દેખાયા છે. ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.