ધરમપુરની કુમાર છાત્રાલયમાં રહેતા વિધાર્થીઓ માટે સુવિધા-સુરક્ષાનો અભાવ!
- byDamanganga Times
- 14 September, 2026
ગુજરાત રાજ્ય ના આદિજાતિ વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત વલસાડ જિલ્લાના સમાજકલ્યાણ વિભાગના દેખરેખ હેઠળ ચાલતી કન્યા અને કુમાર છાત્રાલય માં રહેતા વિધાર્થીઓ માટે સુવિધા અને સુરક્ષાને લઈ ભૂતકાળમાં પણ અનેક પ્રશ્નો ઉઠ્યા હતાં. જેનું ઍક જીવંત ઉદાહરણરૂપ કિસ્સો ધરમપુરના બાંમટી ખાતે આવેલી કુમાર છાત્રાલયમાં કોઈ બુકાની ધારી અજાણ્યા ઇસમો દ્વારા વિદ્યાર્થીઓ પર કરેલો જીવલેણ હુમલો થયો હતો. હતો જેમા કપરાડા તાલુકાના ચાર યુવકોને ગંભીર ઇજા થઈ હોવાની ઘટના ઍ સમગ્ર વલસાડ જિલ્લા ચકચારી મચી જવા પામી છે. જે અંગે અનેક રાજકીય સંગઠનો, આદિવાસી સંગઠનો મેદાને આવી ગુનેગારોને સખત સજા થાય તેવી તંત્ર સામે પ્રબળ માંગ કરી છે. આ ઉપરાંત વિવિધ સંગઠનો દ્વારા છાત્રાલયની મુલાકાત લેતા છાત્રાલયમાં અનેક પ્રકારની સુવિધાનો અને વિદ્યાર્થીઓની સુરક્ષાનો અભાવ જોવા મળ્યો હોવાની વિગત મળવા પામી છે. ઉલ્લેખનીય છે. સરકારનું આદિજાતિ વિભાગ ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહી ઉચ્ચ શિક્ષણ મેળવી શકે. જે હેતુ સાથે ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ વિનામૂલ્યે છાત્રાલયમાં રહેવા - જમવા ઉપરાંત અન્ય સુવિધા માટે મસમોટી ગ્રાન્ટ ખર્ચ કરે છે. ત્યારે પ્રશ્નોઍ થાય છે. કે સરકારની ઍટલી મોટી ગ્રાન્ટ ફાળવાતી હોવા છતાં છાત્રાલયમાં સુવિધા અને સુરક્ષાનો ઍટલો બધો આભાસ શા માટે ? જે ઍક મોટો પ્રશ્ન વલસાડ જિલ્લાના સમાજકલ્યાણ ખાતા સામે ઉઠી રહ્ના છે. દરેક છાત્રાલયોમાં વોર્ડન હોય છે. ત્યારે ધરમપુરની ઘટના સમયે વોર્ડન અને કોઈ સિક્યુરિટી હાજરી અંગે સવાલ ઉઠી રહ્ના છે. સરકારી છાત્રાલયમાં કોઈ બહારના આવા તત્વો છાત્રાલયમાં ઘૂસી અભ્યાસ કરતા બાળકો પર જીવલેણ હુમલો કરે અને શારીરિક નુકશાન પહોંચાડે અને અભ્યાસમાં બાધારૂપ બનતા આ ઘટના સમગ્ર વિસ્તારના શિક્ષણ જગતના લોકો વખોડી કાઢી છે. હુમલો કરનારાને સખત સજા થાય તેવી માંગ ઉઠી રહી છે. આ ઘટનાને અનેક રાજકીયો સંગઠનો અને આદિવાસી સંગઠનો દ્વારા વખોટી કાઢી વિરોધ નોંધાવ્યો છે. આવા અસામાજિક હુમલાખોરો સામે પોલીસ સખત કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે. આ ઘટના બનતા જ નાનાપોંઢા તાલુકાના સુખાલાના તાલુકા પંચાયત સદસ્ય કુંજલીબેન પટેલે છાત્રાલયની મુલાકાત લીધી હતી. તે દરમિયાન કુંજલીબેન પટેલે છાત્રાલય સંચાલકો સામે અનેક ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કે છાત્રાલયમાં વિવિધ સુવિધાઓ અને સુરક્ષાનો અભાવ જોવા મળી રહ્ના છે. છાત્રાલયમાં કોઈ સીસી ટીવી કેમેરા નથી, આ ઉપરાંત કોઈ સિકયુરિટી નથી. આ ઉપરાંત અનેક પ્રકારની સુવિધા નથી હોવાનું જાણવા મળે છે. આમ ધરમપુરની કુમાર છાત્રાલયમાં વિદ્યાથીઓ પર થયેલો જીવલેણ હુમલાને લઈ રાજકીય અને આદિવાસી સંગઠનો મેદાને આવી હુમલાખોરો સામે સખત સજા થાય તેવી માંગ ઉઠી રહી છે.
