ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં ૧૦ બેગલેશ ડે અંતર્ગત કાર્યશાળા યોજાઈ
- byDamanganga Times
- 14 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૩ ઃ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ – ફઘ્લ્પ્, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડ (ઝ઼ત્ચ્વ્)ના સંયુક્ત ઉપક્રમે ૧૦ બેગલેસ ડે અંતર્ગત તા. ૧૦ અને ૧૧ સપ્ટેમ્બરના રોજ પૂર્વ-વ્યાવસાયિક શિક્ષણ અને કૌશલ્ય વિકાસ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળાનો મુખ્ય હેતુ શિક્ષકોને અનુભવજન્ય શિક્ષણ, વ્યવહારુ જ્ઞાન, કૌશલ્ય વિકાસ તથા વિદ્યાર્થીઓને વિવિધ વ્યવસાયિક અને કારકિર્દી ક્ષેત્રોનો પરિચય કરાવવા અંગે માર્ગદર્શન આપવાનો હતો. શ્રી પંકજકુમાર ઍમ. દેસાઈ, સિનિયર લેક્ચરર, ઝ઼ત્ચ્વ્ વલસાડ દ્વારા ત્ફલ્ભ્ત્ય્ચ્ કાર્યક્રમ અને ત્ફલ્ભ્ત્ય્ચ્ ર્ખ્રૂશ્વફુસ્ન્ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા વિજ્ઞાન અધિકારી પ્રજ્ઞેશ ડી. રાઠોડ દ્વારા પ્રવૃત્તિ આધારિત તથા પ્રયોગાત્મક શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપતાં વેસ્ટ ટુ આર્ટ, ઇલેક્ટ્રિકલ વર્કશોપ, પઝલ સોલ્વિંગ, વોટર રોકેટ્રી અને ૩ઝ઼ પ્રિન્ટર, ૩ઝ઼ પેન જેવી હેન્ડ્સ-ઓન પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી હતી. ઝ઼ત્ચ્વ્ વલસાડના પ્રા. આચાર્ય મહેન્દ્રકુમાર આર. પટેલ દ્વારા ફચ્ભ્-૨૦૨૦ અંતર્ગત અનુભવ આધારિત, વ્યવહારુ અને કૌશલ્યલક્ષી શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ઘ્ય્ઘ્ સંકલનકાર જયદીપસિંહ પરમાર દ્વારા લ્ૃર્ીશ્વદ્દ ર્જ્ીશ્વૃજ્ઞ્િઁં તથા ૩ણ્ – ર્ણ્ફૂફુ, ર્ણ્ફૂશ્વદ્દ ્રૂ ર્ણ્ીઁફુ જેવી સંકલ્પનાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં કૌશલ્ય અને વ્યવસાયિક સમજ વિકસાવવાની રીતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યશાળાના બીજા દિવસે ડૉ. મનીષ પટેલ અને ડૉ. પ્રકાશભાઈ પટેલ, ઝ઼ત્ચ્વ્ નવસારી દ્વારા ૧૦ બેગલેસ ડે, અનુભવજન્ય શિક્ષણ અને જીવન કૌશલ્ય આધારિત શિક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની ટીમ દ્વારા મોબાઇલ ઍક્ઝિબિશન બસ, વૈજ્ઞાનિક સાધનો અને માટી પરીક્ષણ (લ્ંજ્ઞ્શ્ર વ્ફૂસ્ન્દ્દજ્ઞ્િઁં) જેવી પ્રયોગાત્મક પ્રવૃત્તિઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ડૉ. ભદ્રેશ સુદાણી, સરકારી ઇજનેરી કોલેજ, વલસાડ દ્વારા પૂર્વ-વ્યાવસાયિક શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અંગે માર્ગદર્શન આપતાં વિદ્યાર્થીઓને વિવિધ વ્યવસાયિક ક્ષેત્રોનો પ્રત્યક્ષ અનુભવ તથા કારકિર્દી માટે જરૂરી કૌશલ્યોનું ઍક્સપોઝર આપવા પર ભાર મૂકવામાં આવ્યો. કાર્યશાળામાં વલસાડ જિલ્લાના વિવિધ શાળાઓના કુલ ૬૨ શિક્ષકોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
