Damanganga Times.

Damanganga Times.

September 14, 2026

કપરાડા - નાનાપોંઢાની બાહ્ના પરીક્ષા સૌથી વધુ મેરીટ લાવનાર શાળાઓનું સન્માન

કપરાડા - નાનાપોંઢાની બાહ્ના પરીક્ષા સૌથી વધુ મેરીટ લાવનાર શાળાઓનું સન્માન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૧૩ ઃ  નાનાપોંઢા, કપરાડા તાલુકાની ૩ શાળાઓના વિદ્યાર્થીઓ જેઓ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર આયોજિત વિવિધ ધોરણમાં બાળકો માટે લેવામાં આવતી વિવિધ બાહ્ના પરીક્ષાઓમાં સૌથી વધુ મેરિટમાં આવેલાં બાળકો ધરાવતી  નાનાપોંઢા, કપરાડા તાલુકાની ૩ શાળાઓને શિક્ષણ વિભાગ, ગાંધીનગર દ્વારાં મળેલ પ્રશસ્તિ પત્ર ટી.પી.ઓ અને બી.આર.સી.ના હસ્તે ઍનાયત કરવામાં આવ્યાં હતાં.
બીઆરસી સજયભાઈઍ શાળા પરિવાર, શિક્ષકોની સરાહના કરી હતી.
સૌથી વધુ મેરિટમાં આવેલાં બાળકો ધરાવતી શાળાઓ જોગવેલ તાડ ફ. પ્રાથમિક શાળા પીઍમ - ગુજરાત, ઓમકચ્છ પ્રાથમિક શાળા અને નાનપોંઢા પ્રાથમિક શાળાને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કપરાડા મનોજભાઈ ટંડેલ, બી.આર.સી.કો.ઓ. સંજયભાઈ  મકવાણા, તેમજ  તાલુકાનાં શિક્ષક સંઘ, શૈક્ષિક સંઘ અને ણ્વ્ખ્વ્ મુખ્ય શિક્ષક સંઘનાં હોદ્દેદારોનાં વરદ હસ્તે પ્રશસ્તિ પત્ર ઍનાયત કરવામાં આવ્યા હતાં.