Damanganga Times.

Damanganga Times.

September 14, 2026

ધરમપુરમાં GEBની ટીમોની કામગીરીને સ્થાનિકોઍ બિરદાવી

ધરમપુરમાં GEBની ટીમોની કામગીરીને સ્થાનિકોઍ બિરદાવી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૧૩ ઃ છેલ્લા પંદર દિવસથી વરસાદ ખેંચાતા ખેડૂતો ઊભા પાકને બચાવવા કરેંજવેરી સહિત આજુબાજુ વિસ્તારના ખેડૂતો ચિંતિત બન્યા હતાં. આ દરમિયાન ઞ્.ચ્.ગ્.ના અધિકારીઓ સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં વરસાદ નહીં આવે તો તા.૧૩ સપ્ટેમ્બરથી ખેતીવાડી વીજ પુરવઠો શરૂ કરવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હોવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે, વરુણદેવની મહેર થતાં વિસ્તારમાં સારો વરસાદ વરસતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.
  વનરાજ કોલેજ, ધરમપુરના નિવૃત્ત કર્મચારી ઉત્તમભાઈ ચૌરા. કરેંજવેરીનાઓ દ્વારા ધરમપુર જીઈબીના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ચોમાસા દરમિયાન ખેતીવાડી તેમજ ઘરવપરાશના વીજ પુરવઠાને જાળવવા જીઈબીની ટીમો સતત કાર્યરત રહી છે. ખાસ કરીને વરસાદ દરમિયાન વીજ લાઈન પર ઝાડ પડવા કે થાંભલા પડી જવાથી વીજ પુરવઠો ખોરવાય ત્યારે કરંજવેરી ગામના નાગરિકો દ્વારા જાણ કરવામાં આવતાં જીઈબીના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી કરી વીજ પુરવઠો પૂર્વવત્ કરતા હોવાની પણ તેમણે પ્રશંસા કરી હતી. ખેડૂતોના હિતમાં આગોતરી તૈયારી તેમજ ચોમાસા દરમિયાન ઝડપી કામગીરી બદલ ઉત્તમભાઈ ચૌરાઍ ધરમપુર ઞ્.ચ્.ગ્.ના અધિકારીઓ-કર્મચારીઓ સાથે વરુણદેવનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.