Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

પારડી, વાપી બાર ઍસો.ઍ દ.ગુ.માં હાઈકોર્ટ બેન્ચની સ્થાપના માટે ઠરાવ

પારડી, વાપી બાર ઍસો.ઍ દ.ગુ.માં હાઈકોર્ટ બેન્ચની સ્થાપના માટે ઠરાવ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, પારડી, તા.૧૧ ઃ દક્ષિણ ગુજરાતમાંથી ચૂંટાયેલા બાર કાઉન્સિલ ગુજરાતના સભ્યો તથા દક્ષિણ ગુજરાતના તમામ વકીલ મંડળના પ્રમુખો અને સેક્રેટરીઓની સભામાં સુરત ખાતે હાઇકોર્ટની બેચની સ્થાપના કરવામાં આવે અને કોર્ટ ચાલુ કરવામાં આવે તેવી માંગણી થયા બાદ આજરોજ વાપી બાર ઍસો. અને પારડી વકીલ મંડળના સભ્યોની મિટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો હતો જે ઠરાવમાં સુરત ખાતે હાઇકોર્ટની બેચ સ્થાપવા માટેની માંગણી યથાવત રાખી રજૂઆત કરવામાં આવી છે અને જો હાઇકોર્ટની બેચ સુરતમાં સ્થાપિત કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમખી ઉચ્ચારવામાં આવી છે. પારડી કોર્ટમાં પારડી વકીલ મંડળના પ્રમુખ ભરતકુમાર મોહનભાઈ પટેલ ઉપપ્રમુખ અશ્વિનભાઈ રમણલાલ દેસાઈ સેક્રેટરી હિતેશ રમેશભાઈ પટેલ સિનિયર વકીલ મહેશભાઈ ભટ્ટ સહિત મોટી સંખ્યામાં વકીલો ભેગા થઈ ઠરાવ કરવામાં આવ્યો હતો.
તેવી જ રીતે વાપી બાર કાઉન્સીલ પ્રમુખ સતીષભાઈ પટેલ, ઍસો.ના સભ્યો દ્વારા બેઠક કરી દક્ષિણ ગુજરાતમાં હાઈકોર્ટની નવી બેન્ચની સ્થાપના કરવામાં આવે તે અંગે દક્ષિણ ગુજરાતમાંથી ચૂંટાયેલા બાર કાઉન્સીલના સભ્યોના સમર્થનમાં ઠરાવ કરી સમર્થન આપવામાં આવ્યું છે અને જા સુરતમાં હાઈ કોર્ટની નવી બેન્ચની સ્થાપના થાય તો ઉમરગામથી સુરત સુધીના લોકોને હાઈકોર્ટના કેસો માટે અમદાવાદ સુધી લંબાવવું ન પડે.