Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

ચણોદમાં કોર્પોરેટરના પતિ પર હુમલા કેસમાં ચાર શખ્સોની ધરપકડ

ચણોદમાં કોર્પોરેટરના પતિ પર હુમલા કેસમાં ચાર શખ્સોની ધરપકડ


વાપી, તા.૧૧ ઃ ચણોદ સાગ ડુંગરીયા ખાતે રહેતા ખેડૂત નિલેશભાઈ પટેલે ઉદ્યોગનગર પોલીસમાં ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે. તેમના પત્ની વાપી મનપાના કોર્પોરેટર રેશ્મા પટેલે ભાણીયાભાઈ હળપતિને રહેણાંકનો દાખલો આપ્યો હતો. આ જગ્યા ફેનીલ ઉર્ફે લાલુની માલિકીની હોવાનો વિવાદ હતો.
તા.૮ સપ્ટેમ્બરે  રાત્રે  વાડીઍ ફોર્ચ્યુનર સહિત ૩ કારમાં ફેનીલ ઉર્ફે લાલુ કોળી પટેલ, સરફરાજ ઉર્ફે લાલુ ખાન, પ્રકેશ ઉર્ફે પગુ અને ભાવેશ કોળી પટેલ આવ્યા હતા. શ્નઅમારી જમીનનો દાખલો કેમ બનાવો છોઌ કહી જાતિવિષયક ગાળો બોલી કોલર પકડી માર માર્યો હતો. ભાવેશે લાકડાના દંડાથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. પોલીસે ચારેયની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી નવસારી સબજેલમાં ધકેલ્યા છે.