Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

ધરમપુર પ્રાંત કચેરી ખાતે ગણેશ મહોત્સવ અંગે મીટિંગ યોજાઈ

ધરમપુર પ્રાંત કચેરી ખાતે ગણેશ મહોત્સવ અંગે મીટિંગ યોજાઈ


ધરમપુર, તા.૧૧ ઃ ધરમપુરમાં પ્રાંત અધિકારી ડૉ. રિતિકા આઈમાની અધ્યક્ષતા હેઠળ ગણેશ મહોત્સવના આગમન અને વિસર્જન અંગે મહત્વની મીટિંગ યોજાઈ હતી. મીટિંગમાં ધરમપુર વિભાગ ના ઍઍસપી સંદીપ ટી., મામલદાર ઍચ ઍમ ધોળીયા, પીઆઈ ઍન.ઝેડ. ભોયા, કપરાડા પીઍસઆઈ વિનેશભાઈ વસાવા તેમજ જીઈબીના ડેપ્યુટી ઇજનેરો, નગરના કોર્પોરેટરો, હોદ્દેદારો અને નાગરિકો ઉપસ્થિત રહ્ના હતા.
મીટિંગમાં શાંતિ સમિતિના સભ્યોને સૂચના આપવામાં આવી કે કોઈપણ સંપ્રદાયના વ્યક્તિઓની લાગણી દુભાય તેવું વર્તન કે શબ્દોનો ઉપયોગ ન કરે. કોઈ નાની-મોટી ઘટના બને તો શાંતિથી અને સુલેહથી નિકાલ કરવાનો પ્રયત્ન કરવો.
 ગણેશ આગમન અને વિસર્જનની શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા, રોડ પર ટ્રાફિકમાં અડચણ ન થાય તે માટે સ્વયંસેવકો રાખવા, ડીજે સિસ્ટમમાં અભદ્ર ગીતો ન વગાડવા તેમજ મંજૂરી મુજબના રૂટ પર જ શોભાયાત્રા કાઢવા સૂચના આપવામાં આવી. વિસર્જન સાંજે ૭ વાગ્યા સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે. વિસર્જન સ્થળે ફક્ત નક્કી કરેલા વ્યક્તિઓ જ પાણીમાં ઉતરે તેની તકેદારી રાખવી. રૂટ પરના નીચા વીજ વાયરો યોગ્ય ઊંચાઈ પર કરવા, તાલુકા વિકાસ અધિકારી અને પંચાયતના સરપંચો સાથે મળી વિસર્જન સ્થળે લાઇટ અને તરવૈયા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રહેશે.