વલસાડમાં ગણેશ મંડળના આયોજકોને નિયમોનું પાલન કરવાનું સૂચન
- byDamanganga Times
- 12 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૧ ઃ ૧૪ મી સપ્ટેમ્બર ના રોજ ગણેશ મહોત્સવ નિમિત્તે આજરોજ સાંજે રાખવામાં આવેલી શાંતિ સમિતિની બેઠકમાં જિલ્લા પોલીસવડા ઍ ગણેશ મંડપમાં સીસીટીવી કેમેરા, બે વોલન્ટિયર ફરજિયાત રાખવાના રહેશે. શોભાયાત્રા દરમિયાન નક્કી કરેલા રૂટમાં કોઈ ફેરફાર કરવો નહીં તેમજ મોટા વાહનો લાવવા પર પ્રતિબંધ રહેશે. ડીજે પર અશ્લીલ ગીતો વગાડવા સામે પ્રતિબંધ અને પ્રેશર મિડ સાઉન્ડ જણાશે તો ડીજે જ કરવાની કાર્યવાહી કરાશે.અંબા માતા મંદિર પાસેથી પસાર થતી વખતે ડીજે સંપૂર્ણ બંધ રાખવું પડશે,
આગામી ૧૪ મી સપ્ટેમ્બર ના રોજ ગણેશોત્સવ શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થાય તે હેતુથી આજરોજ સાંજે વલસાડના મોરારજી દેસાઈ હોલ માં જિલ્લા પોલીસવડા યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળી હતી.આ બેઠક માં જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાઍ જણાવ્યું કે આપણે સૌઍ સાથે મળીને આ તહેવાર ધામધૂમથી ઉજવવાનો છે, પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે નહીં, તેમણે સ્પષ્ટ સૂચના આપી કે દરેક ગણેશ મંડપો માં સીસીટીવી કેમેરા અને ઓછામાં ઓછા બે વોલન્ટિયર ફરજિયાત રાખવાના રહેશે. શોભાયાત્રા દરમિયાન અગાઉથી નક્કી કરેલા રૂટમાં કોઈ ફેરફાર કરવો નહીં તેમજ મોટા વાહનો લાવવા પર પ્રતિબંધ રહેશે. ડીજે પર અશ્લીલ ગીતો વગાડવા સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને પ્રેશર મિડ સાઉન્ડ જણાશે તો ડીજે જ કરવાની કાર્યવાહી કરાશે. વધુમાં, અંબા માતા મંદિર પાસેથી પસાર થતી વખતે ડીજે સંપૂર્ણ બંધ રાખવું પડશે, ડીજે વાહન પર યોગ્ય સેફટી જાળવવી અને સવાર સભ્યોઍ હેલ્મેટ પહેરવું અનિવાર્ય રહેશે. ભજન-કીર્તન બાબતે કોઈ ફરિયાદ ન આવે ત્યાં સુધી છૂટછાટ રહેશે, પરંતુ નિયમભંગ કરનારા સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી.આ બેઠકમાં પ્રાંત અધિકારી વિમલ પટેલ, મામલતદાર તૃબેન ગાવિત, ડીવાયઍસપી ઍ. કે. વર્મા, વલસાડ સીટી પીઆઈ આર. ઍસ. વાળા તેમજ ડીજે સંચાલકો, ગણેશ મહોત્સવના આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા.
