હવે ઉબાડિયાને GI ટેગ માટે તજવીજ
- byDamanganga Times
- 12 September, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા.૦૭ ઃ વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકાના ચીવલ ખાતે તા. ૭ સપ્ટેમ્બરના રોજ ઉમ્બાડિયૂ ઉત્પાદકો અને પ્રોસેસરો માટે ઞ્ત્ (ઞ્ફૂંર્શ્વિંષ્ટત્ર્ર્જ્ઞ્ણૂશ્ર ત્ઁફુર્જ્ઞ્ણૂદ્દજ્ઞ્ંઁ-ભૌગોલિક સંકેત) વર્કશોપ યોજાયો હતો. વર્કશોપનું આયોજન ભારતીય ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થા (ચ્ઝ઼ત્ત્), અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ગુજરાત ઍગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (ઞ્ખ્ત્ઘ્ન્), અમદાવાદ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. વર્કશોપનો મુખ્ય હેતુ ઉમ્બાડિયૂ સાથે સંકળાયેલા ઉત્પાદકોને જીઆઈ ટેગનું મહત્વ, તેના લાભો, પરંપરાગત પદ્ધતિનું જતન તથા ઉત્પાદનને વિશાળ બજાર સુધી પહોંચાડવા અંગે માર્ગદર્શન આપવાનો હતો. આ પ્રસંગે ગુણવત્તા, પેકેજિંગ, બ્રાન્ડિંગ અને બજાર વ્યવસ્થાપન જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. વર્કશોપમાં ઇન્દ્રવદન ચાવડાઍ ઉમ્બાડિયૂની પરંપરાગત બનાવટ, તેમાં વપરાતી સ્થાનિક સામગ્રી અને વર્ષોથી ચાલી આવતી રીત-રસમ અંગે માહિતી આપી હતી. તેમણે ઉમ્બાડિયૂની આગવી ઓળખ અને પરંપરાગત વારસો જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.નિવૃત્ત જિલ્લા શિક્ષણ અધિકારી મણિલાલ ભૂંસારાઍ ઉમ્બાડિયૂ બનાવવાની જૂની પરંપરાગત રીતો અંગે સમજ આપી હતી. અગાઉના સમયમાં ઉમ્બાડિયૂ કેવી રીતે તૈયાર કરવામાં આવતું હતું અને તેમાં વપરાતી સામગ્રી અંગે તેમણે માહિતી આપી હતી. ડૉ. દિનેશભાઈ ખાંડવીઍ આદિવાસી સમાજમાં પ્રચલિત પરંપરાગત વાનગીઓ તથા મહુડાના ઉપયોગ અંગે માહિતી આપી હતી. તેમણે ઉમ્બાડિયૂમાં ઉપયોગમાં લેવાતી વિવિધ વનસ્પતિ અને કુદરતી સામગ્રીના ગુણધર્મો તથા સંભવિત ફાયદાઓ અંગે પણ સમજ આપી હતી. જીઆઈ ટેગથી સ્થાનિક ઉત્પાદનને આગવી ઓળખ અને કાનૂની સુરક્ષા મળવાની સાથે ઉત્પાદકોને બજારમાં નવી તકો મળી શકે છે. ઉમ્બાડિયૂને પરંપરાગત વારસા સાથે આધુનિક બજાર સાથે જોડવા માટે યોજાયેલ આ વર્કશોપને મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહ્ના છે. કાર્યક્રમમાં ઉમ્બાડિયૂ ઉત્પાદકો, પ્રોસેસરો અને સંબંધિત લોકો ઉપસ્થિત રહ્ના હતા.
