Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

વાપીમાં રૂ. ૨૧૩.૬૦ કરોડના વિકાસકામોને મંજૂરી

વાપીમાં રૂ. ૨૧૩.૬૦ કરોડના વિકાસકામોને મંજૂરી


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૧ ઃ વાપી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજે અધ્યક્ષ સતિષભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી હતી.
બેઠકમાં શહેરના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાને લગતા અંદાજે રૂ. ૨૧૩.૬૦ કરોડના ૧૦ જેટલા મહત્વના વિકાસકામો અંગે ચર્ચા-વિચારણા કરી સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી હતી.
બેઠકમાં ખાસ કરીને વાપી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ૧૧ ગામોમાં આગામી ૩૦ વર્ષને ધ્યાનમાં રાખીને પાણી પુરવઠાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત આશરે ૧૬૫ કિલોમીટરની નવી પાણી પુરવઠા પાઇપલાઇન નાખવામાં આવશે.
સમગ્ર પાણી પુરવઠા વ્યવસ્થાની દેખરેખ માટે લ્ઘ્ખ્ઝ઼ખ્ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. મંજૂર થયેલા આયોજન મુજબ બલીઠામાં ૩૧.૨૬૭ કિ.મી., મોરાઈમાં ૫.૭૧૩ કિ.મી., કુંતામાં ૧૦.૭૭૮ કિ.મી., વટારમાં ૧૬.૬૮૫ કિ.મી., કરવડમાં ૩૨.૬૧૫ કિ.મી., નામધા-ચંડોર વિસ્તારમાં ૧૯.૦૨૩ કિ.મી. અને સલવાવમાં ૪૦.૨૨ કિ.મી. પાણી પુરવઠાની પાઇપલાઇન નાખવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ સમાવિષ્ટ વિસ્તારોમાં જરૂરિયાત મુજબ નિયમિત પાણી પુરવઠો મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત બલીઠા ખાતે ૫૦ ઍમઍલડી ક્ષમતાનો ઍસટીપી પ્લાન્ટ બનાવવાની કામગીરીને પણ મંજૂરી આપવામાં આવી છે. સાથે જ છીરી-છરવાડા વિસ્તારમાં ગટર નેટવર્ક વિકસાવવાનું મહત્વનું આયોજન પણ મંજૂર કરાયું છે.
બેઠકમાં સમિતિના સભ્યો ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર ઍન.ઍફ. ચૌધરી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કિરણસિંહ રાણા તથા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા. શહેરના વિવિધ વિકાસલક્ષી કાર્યો અંગે વિગતવાર ચર્ચા બાદ સંબંધિત દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. બેઠકનું સંચાલન મ્યુનિસિપલ સેક્રેટરી હિતેશભાઈ વાણંદ દ્વારા કરવામાં આવ્યું હતું.