Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

થ્રીડીમાં ૧,૩૨,૨૦૧ મતદારો ઘટયા

થ્રીડીમાં ૧,૩૨,૨૦૧ મતદારો ઘટયા


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, દમણ, તા. ૧૧ ઃૅં દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (લ્ત્ય્)-૨૦૨૬ બાદ અંતિમ મતદાર યાદી શુક્રવારે જાહેર કરવામાં આવી હતી. અંતિમ મતદાર યાદીમાં કુલ ૨,૯૫,૮૩૩ મતદારો નોંધાયા છે. અગાઉની મતદાર યાદીની સરખામણીમાં આ સંખ્યા ૧,૩૨,૨૦૧ ઘટી છે, ઍટલે કે ૩૦.૮૯ ટકાનો ઘટાડો નોંધાયો છે.
મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીના જણાવ્યા મુજબ અંતિમ યાદીમાં ૧,૪૫,૮૦૯ પુરુષ અને ૧,૫૦,૦૨૪ મહિલા મતદારો છે. તૃતીય લિંગનો કોઈ મતદાર નોંધાયેલો નથી. ૧૦ જુલાઈઍ જાહેર કરાયેલી ડ્રાફટ મતદાર યાદીમાં કુલ ૩,૦૧,૧૪૨ મતદારો હતા. ઍટલે ડ્રાફટ અને અંતિમ યાદી વચ્ચે ૫,૩૦૭ મતદારોનો ઘટાડો, ઍટલે કે ૧.૭૬ ટકાનો ઘટાડો થયો છે. ઍસઆઈઆર પ્રક્રિયા શરૂ થઈ ત્યારે ૪ જૂન ૨૦૨૬ના રોજ કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ ૪,૨૮,૦૩૬ મતદારો નોંધાયેલા હતા. તમામ મતદારો માટે ચ્ઁ્યૃફૂર્શ્વીદ્દજ્ઞ્ંઁ જ્ંશ્વૃસ્ન્ તૈયાર કરી ગ્ન્બ્ મારફતે વિતરણ કરવામાં આવ્યા હતા. તેમાંથી ૩,૦૧,૧૪૨ ફોર્મ ઍટલે કે ૭૦.૩૫ ટકા પરત મળ્યા, જ્યારે ૧,૨૬,૮૯૪ ફોર્મ પરત મળ્યા નહોતા. આવા મતદારોને ખ્ણુસ્ન્ફૂઁદ્દફૂફૂ, લ્ત્ર્જ્ઞ્શ્દ્દફૂફુ, ઝ઼ર્ફૂફુ અને ઝ઼્યષ્ટશ્રર્જ્ઞ્ણૂદ્દફૂ ઍટલે કે ખ્લ્ઝ઼ઝ઼ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા હતા.
ફોર્મ પરત ન કરનારા મતદારોમાં ૯૬,૧૯૯ મતદારો ગેરહાજર અથવા અનટ્રેસ્ડ, ૧૯,૭૭૧ કાયમી રીતે સ્થળાંતરિત, ૭,૨૬૭ મૃત્યુ પામેલા, ૨,૫૫૧ પહેલેથી જ નોંધાયેલા અને ૧,૧૦૬ અન્ય કેટેગરીમાં હતા.
ડ્રાફટ મતદાર યાદી સામે ૧૦ જુલાઈથી ૯ ઓગસ્ટ દરમિયાન કુલ ૧૩,૫૯૪ દાવા અને વાંધા મળ્યા હતા. તેમાં નામ ઉમેરવા માટે ૪,૦૯૦ અરજી, વિદેશસ્થ મતદાર તરીકે નોંધણી માટે ૧૪ અરજી, નામ કમી કરવા માટે ૮,૧૪૮ અરજી અને સરનામું કે અન્ય વિગતોમાં સુધારા માટે ૧,૩૪૨ અરજીનો સમાવેશ થાય છે.
કેસોના નિકાલ બાદ ૨,૮૨૫ મતદારો ઉમેરવામાં આવ્યા, જ્યારે ૮,૧૩૨ મતદારોના નામ કમી કરવામાં આવ્યા. અનમેપ્ડ તથા ન્ંર્જ્ઞ્ણિંશ્ર ઝ઼જ્ઞ્સ્ન્ણૂશ્વફૂર્ષ્ટીઁણૂક્કના કેસોમાં વધુ ૭,૮૭૬ મતદારોને અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. ડ્રાફટ યાદીમાં સામેલ ૩,૦૧,૧૪૨ મતદારોમાંથી ૨,૬૮,૩૪૫ ઍટલે કે ૮૯.૧૧ ટકા મતદારોનું તેમના પોતાના અથવા માતા-પિતાના અગાઉના લ્ત્ય્ના મતદાર રેકોર્ડ સાથે મેપિંગ કરવામાં આવ્યું હતું. ૩૨,૭૯૭ મતદારો અનમેપ્ડ રહ્ના હતા. મેપ કરાયેલા મતદારોમાંથી ૧,૧૩,૨૧૨ કેસોને ચૂંટણી પંચની ત્વ્ સિસ્ટમ દ્વારા
ન્ંર્જ્ઞ્ણિંશ્ર ઝ઼જ્ઞ્સ્ન્ણૂશ્વફૂર્ષ્ટીઁણૂક્ક તરીકે ઓળખવામાં આવ્યા હતા.
ઝ઼ફણ્-ઝ઼ઝ઼માં કુલ ૪૬૪ મતદાન મથકો છે. સામાન્ય મતદારો માટે ફોટો અને ચ્ભ્ત્ઘ્ કવરેજ ૧૦૦ ટકા છે.
અંતિમ યાદીમાં ૧૦ વિદેશસ્થ મતદારો પણ નોંધાયેલા છે. અંતિમ મતદાર યાદી તમામ મતદાન મથકો પર પ્રદર્શિત કરવામાં આવી છે અને ચૂંટણી અધિકારીઓની કચેરીઓમાં જાહેર નિરીક્ષણ માટે ઉપલબ્ધ રહેશે.
સર્વિસ વોટર્સની અંતિમ યાદીમાં ૨૨ સર્વિસ મતદારો નોંધાયા છે. ચૂંટણી નોંધણી અધિકારીના નિર્ણયથી અસંતુષ્ટ વ્યક્તિ ૧૫ દિવસમાં જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પ્રથમ અપીલ કરી શકે છે અને ત્યારબાદ નિર્ધારિત સમયમર્યાદામાં મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ બીજી અપીલ કરી શકે છે.