થ્રીડીનો પ્રશાસકના ગતિશીલ નેતૃત્વમાં ઝડપથી વિકાસ થઈ રહ્ના છે : ઉપરાષ્ટ્રપતિ
- byDamanganga Times
- 12 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૧ ઃ ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનની ઉપસ્થિતિમાં, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ વહીવટીતંત્ર દ્વારા શુક્રવારે ડોકમાર્ડીમાં ડૉ. ઍ.પી.જે. અબ્દુલ કલામ કોલેજ ઓડિટોરિયમ ખાતે ઍક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ, સામાજિક સંગઠનો, ઉદ્યોગ અને હોટેલ ક્ષેત્રના પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ અને યુવાનોઍ ભાગ લીધો હતો.
સમારોહમાં વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ, પાંચ લાભાર્થીઓને ટૂલકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પાંચ શિક્ષકોને નિમણૂક પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમારોહમાં કેન્દ્રશાસિત પ્રદેશની વિકાસ યાત્રાને દર્શાવતો ઍક વોકથ્રુ વિડીયો દર્શાવવામાં આવ્યો હતો તથા પ્રશાસક પ્રફુલ પટેલે કેન્દ્રશાસિત પ્રદેશમાં થઈ રહેલા કાર્યોની રૂપરેખા આપી હતી. ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને પોતાના સંબોધનમાં સમાવેશી વિકાસ, સુશાસન અને રાષ્ટ્રનિર્માણમાં નાગરિકોની સક્રિય ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે સરકારી યોજનાઓ અને સેવાઓના લાભો સમાજના દરેક વર્ગ સુધી પહોંચવા જોઈઍ. તેમણે પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા દસ વર્ષમાં થયેલા વિકાસ કાર્યોની પ્રશંસા કરી હતી. અને જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને પ્રશાસકના નેતૃત્વ હેઠળ, દાદરા અને નગર હવેલી ઝડપથી વિકાસ તરફ આગળ વધી રહી છે.
સમારોહ પછી, ઉપરાષ્ટ્રપતિઍ નમો મેડિકલ હોસ્પિટલ અને નમો મેડિકલ કોલેજનું નિરીક્ષણ કર્યું. તથા ઝંડા ચોક ખાતે સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર શાળાની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં દાનહના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર સહિતના જનપ્રતિનિધિઓ, સામાજિક સંગઠનો, ઉદ્યોગ અને હોટેલ ક્ષેત્રના પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ અને યુવાનોઍ ભાગ લીધો હતો. તથા જનપ્રતિનિધિઓ, જિલ્લા અને મ્યુનિસિપલ કાઉન્સિલના અધિકારીઓ, ઉદ્યોગ અને હોટેલ સંગઠનો, વિદ્યાર્થીઓ અને તમિલ સંગમના પ્રતિનિધિઓઍ ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત પણ કર્યુ હતું.
