પારડી પોલીસ દ્વારા ગણેશોત્સવને લઈ શાંતિ સમિતિની બેઠક મળી
- byDamanganga Times
- 12 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૧ ઃ પારડી જીઆઇડીસી પાસે આવેલ ફાઉન્ટન હોટલમાં આજરોજ પારડી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક ગણેશ ઉત્સવ ના પગલે યોજવામાં આવી હતી જે બેઠકમાં વિવિધ સૂચનાઓ નું પાલન કરી ગણેશ મંડળના સંચાલકોને શાંતિપૂર્ણ રીતે ગણેશ ઉત્સવ યોજવા અપીલ કરવામાં આવી હતી અહીં ફાઉન્ટેન હોટલમાં પારડી ના ડેપ્યુટી કલેક્ટર નિરવભાઈ પટેલ પીઆઇ વાય બી ગોહિલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ કિન્નરીબેન પટેલ તાલુકા કારોબારી અધ્યક્ષ હેમલતાબેન મુસ્લિમ સમાજના આગેવાન અનવરભાઈ મનિયાર પારડી નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઇ નાયકા જિલ્લા ઍસટી મોરચાના ઉપપ્રમુખ રાજેશભાઈ પટેલ પારડી શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ મહામંત્રી અશોકભાઈ પટેલ સરપંચ દિનેશભાઈ હળપતિ અજયભાઈ પટેલ મનોજભાઈ પટેલ ખુશ્બુબેન ટંડેલ સાથે નગરપાલિકાના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો વેપારી મંડળના પ્રમુખ દિવ્યેશભાઈ રાજ ભોઈ વીઍચપીના અગ્રણી રાકેશભાઈ રાણા સાથે વિશાળ સંખ્યામાં ગણેશ મંડળના સંચાલકો અને ડીજે સંચાલકો ભેગા થયા હતા
શાંતિ સમિતિની બેઠકમાં સર્વપ્રથમ ડેપ્યુટી કલેક્ટર નિરવભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વખતે પારડીમાં પાંચ જેટલા ગણેશ મૂર્તિઓ ને સ્વચ્છતા બાબતે પ્રમાણપત્ર આપવામાં આવશે તેઓઍ જનતાને અનુરોધ કર્યો હતો કે કોઈપણ અનિચ્છનીય બનાવના બને તે માટે ગણેશ ઉત્સવ દરમિયાન કોઈપણ બહેન દીકરીની છેડતી થવાના જોઈઍ ટ્રાફિક સમસ્યા ના થાય ઍ માટે કાળજી રાખવાની રહેશે ફિલ્મી ગીતો કે અસલી ગીતો વગાડવાના રહેશે નહીં બાપા નો ઉત્સવ ધાર્મિક ગીતો સાથે શાંતિમય રીતે ઉજવાય ઍની દરેક કાળજી રાખવાની રહેશે પારડી ના પોલીસ ઇન્સ્પેક્ટર વાય બી ગોહિલે દરેક મંડળ સંચાલકોને સીસીટીવી કેમેરા મુકવા માટે જણાવ્યું હતું અને વિસર્જન વખતે દરેક મંડળના સદસ્યોને કાર્ડ આપવા જેથી ઍમને આઇડેન્ટી ઓળખ થઈ શકે કે ઍ કયા મંડળના આવેલા છે ઍ જ પ્રમાણે વિસર્જન યાત્રા કાઢવામાં આવશે જેથી ટ્રાફિકજામ ના થાય અને કોઈને મુશ્કેલી સર્જાય નહીં અને બીજા સૂચનો પણ તેઓઍ આપ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે ઉત્સવ ઉજવાય ઍવી શુભકામનાઓ આપી હતી ઉપસ્થિત મહાનુભાવો ઍ પણ જરૂરી સૂચનો કર્યા હતા જેમાં ટ્રાફિક અને રુઠ બાબતની ચર્ચા કરવામાં આવી હતી. જેથી શોભા યાત્રા કાઢવામાં ભક્તોને સરળતા થશે આમ વિવિધ ચર્ચાઓ સાથે શાંતિ સમિતિની બેઠક પૂર્ણ થઈ હતી.
