Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

સેલવાસમાં જાગૃતિ અભિયાન શરૂ

સેલવાસમાં જાગૃતિ અભિયાન શરૂ


સેલવાસ, તા.૧૧ ઃ ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળ માય ભારત, સેલવાસા, યુવાનોને ૨૦૪૭ સુધીમાં રાષ્ટ્ર નિર્માણ અને વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડવા માટે ઍક ખાસ જાગૃતિ અભિયાન ચલાવી રહ્નાં છે. આ સંદર્ભમાં, ૧ થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન માય ભારત પોર્ટલ પર સ્ગ્ળ્ન્ઝ઼ ક્વિઝનું આયોજન કરવામાં આવી રહ્નાં છે, જ્યાં ૧૫ થી ૨૯ વર્ષની વયના યુવાનો તેમની પ્રતિભા અને જ્ઞાનનું પ્રદર્શન કરી શકે છે અને રાષ્ટ્રીય સ્તરના યુવા નેતૃત્વ કાર્યક્રમમાં જોડાઈ શકે છે. સ્ગ્ળ્ન્ઝ઼ ક્વિઝના વિવિધ તબક્કાં વિકાસિત ભારત યંગ લીડરશીપ ડાયલોગ હેઠળ યુવાનો માટે પસંદગી પ્રક્રિયા વિવિધ તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં, યુવાનોઍ માય ભારત પોર્ટલ પર સ્ગ્ળ્ન્ઝ઼ ક્વિઝમાં ભાગ લેવાનો રહેશે. ક્વિઝ પછી, પસંદ કરાયેલા સહભાગીઓ ઓનલાઈન નિબંધ સ્પર્ધામાં ભાગ લેશે, ત્યારબાદ જિલ્લા અને રાજ્ય સ્તરની સ્પર્ધાઓ યોજાશે. રાજ્ય સ્તરે પસંદ કરાયેલા વિજેતાઓને નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાનાર રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા અને સંવાદ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે, જ્યાં દેશભરમાંથી પસંદ કરાયેલા યુવાનો તેમના વિચારો શેર કરશે.
આ સંદર્ભમાં, ભારત સરકારના માહિતી અને પ્ર-સારણ મંત્રાલયની પહેલ, જેમ્સ ઓફ ઈન્ડિયા ચેલેન્જ, યુવાનોને સર્જનાત્મક માધ્યમો દ્વારા ભારતના સમૃદ્ધ વારસા, સંસ્કૃતિ, વિવિધતા અને પ્રેરણાદાયી વાર્તાઓ રજૂ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આ સ્પર્ધા યુવાનોને તેમની પ્રતિભા દર્શાવવાની અને ભારતની વિશિષ્ટ ઓળખ અને સ્થાનિક લાક્ષણિકતાઓ રાષ્ટ્ર સમક્ષ રજૂ કરવાની તક પૂરી પાડે છે. મેરા યુવા ભારત, સેલવાસના જિલ્લા યુવા અધિકારી અને સ્વયંસેવકો, જિલ્લાની વિવિધ શાળાઓ, કોલેજો, ત્વ્ત્ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ અને યુવાનોને સ્ગ્ળ્ન્ઝ઼ ક્વિઝ અને જેમ્સ ઓફ ઈન્ડિયા ચેલેન્જ વિશે શિક્ષિત કરી રહ્ના છે.