Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

વલસાડની સરકારી કોલેજમાં વ્યાખ્યાન યોજાયું

વલસાડની સરકારી કોલેજમાં વ્યાખ્યાન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૧ ઃવલસાડની સરકારી ઇજનેરી કોલેજના મિકેનિકલ ઍન્જિનિયરિંગ વિભાગ દ્વારા ૫મા સેમેસ્ટરના મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ ઍન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે ઈન્ડસ્ટ્રીયલ ઍનર્જી ઓડિટીંગ ઍન્ડ ઍફિશિયન્સી પ્રેક્ટિસિસૅ (ત્ઁફુ્યસ્ન્દ્દશ્વર્જ્ઞ્ીશ્ર ચ્ઁફૂશ્વક્કિં ખ્્યફુજ્ઞ્દ્દજ્ઞ્િઁં ્રૂ ચ્શ્શ્જ્ઞ્ણૂજ્ઞ્ફૂઁણૂક્ક ર્ભ્શ્વીણૂદ્દજ્ઞ્ણૂફૂસ્ન્) વિષય પર ઍક વિશેષ નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે મંત્રા (પ્ખ્ફવ્ય્ખ્), સુરતના ઍનર્જી કન્ઝર્વેશન સેલના વડા ઍન્જિનિયર ભાવદીપ શાહ ઉપસ્થિત રહ્ના હતા. તેમણે વિદ્યાર્થીઓને ઔદ્યોગિક ઉર્જા બચત, બોઈલર અને થર્મલ સિસ્ટમ્સમાં ઉર્જા કાર્યક્ષમતા વધારવાના ઉપાયો તેમજ બ્યુરો ઓફ ઍનર્જી ઍફિશિયન્સી (ગ્ચ્ચ્) દ્વારા પ્રમાણિત ઍનર્જી ઓડિટર બનવા માટેની કારકિર્દીની તકો વિશે વિગતવાર માહિતી આપી હતી.
સેશન દરમિયાન વિદ્યાર્થીઓને યોકોગાવા ઘ્ષ્૨૪૦ પાવર ઍનાલાઈઝરઁ (ળ્ંત્ત્િંંર્ીર્રૂ ઘ્ષ્૨૪૦ ર્ઘ્શ્રીષ્ટ-બ્ઁ ભ્ંરૂફૂશ્વ ખ્ઁર્ીશ્રક્કદ્યફૂશ્વ) સાધન દ્વારા ૩-ફેઝ સિસ્ટમમાં પાવર ક્વોલિટી અને વોલ્ટેજ-કરંટના રીઅલ-ટાઇમ લાઈવ મેઝરમેન્ટનું પ્રાયોગિક નિદર્શન (ન્જ્ઞ્રુફૂ ઝ઼ફૂંઁસ્ન્દ્દર્શ્વીદ્દજ્ઞ્ંઁ) પણ કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૫૦થી વધુ વિદ્યાર્થીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન મિકેનિકલ ઍન્જિનિયરિંગ વિભાગના ડૉ. હિતેશ કિશોરભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના આચાર્ય અને વિભાગીય વડા ડો.વી.ડી. ધીમને આ સફળ આયોજન બદલ આયોજક અને સમગ્ર ટીમ અભિનંદન પાઠવ્યા હતા.