Damanganga Times.

Damanganga Times.

September 11, 2026

સંજાણ હુમરણને જોડતો પુલના સુપર સ્ટ્રક્ચર માટે રૂ. ૯ કરોડ મંજૂર

સંજાણ હુમરણને જોડતો પુલના સુપર સ્ટ્રક્ચર માટે રૂ. ૯ કરોડ મંજૂર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૦ ઃ મરોલી કલગામ ફણસામાં દરિયાઈ ધોવાણ અટકાવવા પ્રોટેક્શન વોલ માટે સરકારે મંજૂરી આપી તાલુકાના સંજાણ અને હુમરણને જોડતા પુલના સુપર સ્ટ્રક્ચર માટે સરકારે રૂપિયા ૯ કરોડ મંજૂર કર્યા છે. આ ઉપરાંત દરિયાઈ ધોવાણ અટકાવવા માટે મરોલી, કલગામ અને ફણસા ખાતે પ્રોટેક્શન વોલ બનાવવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે. આ કાર્યો બદલ ધારાસભ્ય પાટકરે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે. રમણભાઈ ધારાસભ્ય રમણ પાટકરે જણાવ્યું હતું કે ગત ૨૨ અને ૨૩ જુલાઈના રોજ ઉમરગામ તાલુકામાં રેકોર્ડબ્રેક ૪૨ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે વારોલી નદી પરનો પુલ ક્ષતિગ્રસ્ત થયો હતો. પુલના મધ્ય ભાગના બે સ્પાન ગર્ડર પાણીના પ્રવાહમાં તૂટી જતા લોકોની અવરજવર બંધ છે અને નાગરિકોઍ લાંબો ચકરાવો કાપવો પડી રહ્ના છે.