Damanganga Times.

Damanganga Times.

September 11, 2026

વલસાડમાં પોષણ માસ અંતર્ગત આંગણવાડી બહેનોની રેલી યોજાઈ

વલસાડમાં પોષણ માસ અંતર્ગત આંગણવાડી બહેનોની રેલી યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ)

વલસાડ, તા. ૧૦ ઃ પોષણ માસ- ૨૦૨૬ અને પોષણ ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત વલસાડ જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી (આઈસીડીઍસ) દ્વારા ‘‘સુપોષિત માતા, નિરોગી બાળ- પોષણયુક્ત ગુજરાતનો સંકલ્પ’’ ટેગલાઈન સાથે પોષણ જાગૃતિ રેલી કલેકટર કચેરીથી કાઢવામાં આવી હતી. 

જેને જિલ્લા કલેકટર નીતિન સાંગવાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. જે રેલીનું સમાપન સિવિલ હોસ્પિટલ ખાતે થયુ હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાને જણાવ્યું કે, પોષણ માસ અંતર્ગત આજે પોષણ રેલીનું આયોજન કરાયુ છે. પોષણ માસ દરમિયાન બાળકોનો આહાર કેવો હોવો જોઈઍ, જંકફૂડથી દૂર રહેવુ જોઈઍ, શુધ્ધ પાણી પીવુ જોઈઍ, હાથ ધોવા જોઈઍ આવી નાની મોટી બાબતો અંગે લોકોને જાગૃત કરવામાં આવશે. 

આ રેલીમાં આઈસીડીઍસના જિલ્લા પ્રોગામ ઓફિસર ક્રિષ્નાકુમારી ઍન.પટેલની આગેવાનીમાં જિલ્લાની ૫૦૦થી વધુ આંગણવાડી બહેનો ‘‘સ્થાનિક ખોરાક અપનાવો- પોષણનું સ્તર વધારો, સુપોષિત વલસાડ સૌની જવાબદારી, બાળકને પોષણ આપીઍ- ઉજ્જવળ ભવિષ્ય બનાવીઍ અને દરેક બાળક સુપોષિત- આપણુ લક્ષ્ય નિડ્ઢિત’’ સહિતના સ્લોગનો સાથે વિવિધ બેનરો હાથમાં લઈ પોષણ માસ અંગેની જનજાગૃતિ રેલીમાં જોડાઈ હતી.