Damanganga Times.

Damanganga Times.

September 11, 2026

નાનાપોંઢામાં કોંગ્રેસની કિસાન અધિકાર યાત્રાનો પ્રારંભ

નાનાપોંઢામાં કોંગ્રેસની કિસાન અધિકાર યાત્રાનો પ્રારંભ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૦ ઃ નાનાપોંઢા તાલુકાના લવાછા ગામે હરિયાણા હોટલ ખાતેથી ગુરુવારે તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિની કિસાન અધિકાર યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલની આગેવાનીમાં શરૂ થયેલી આ યાત્રામાં ખેડૂતોના ૨૨ પ્રશ્નોને મુખ્ય મુદ્દો બનાવી ગામેગામ જનસંપર્ક હાથ ધરવામાં આવી રહ્ના છે. યાત્રા દરમિયાન ખેડૂતો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ અને પ્રશ્નો નોંધવામાં આવી રહ્ના છે. ખેડૂતોને પાકના યોગ્ય ભાવ, પ્લ્ભ્ સહિતના પ્રશ્નો અંગે રાહત મળે અને તેમની સમસ્યાઓ સરકાર સુધી પહોંચે તે માટે આ અભિયાન ચલાવવામાં આવી રહ્નાં હોવાનું કોંગ્રેસ આગેવાનોઍ જણાવ્યું હતું.યાત્રાના પ્રારંભ પ્રસંગે દક્ષિણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી તથા પૂર્વ ધારાસભ્ય પુનાજી ગામીત, ઞ્ભ્ઘ્ઘ્ પ્રભારી ભિલાજી ગામીત, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ વસંતભાઈ બી. પટેલ, કુંજાલીબેન પટેલ, નાનાપોંઢા તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરેશભાઈ પટેલ, વલસાડના ઉપપ્રમુખ ભોલાભાઈ પટેલ, વાપી શહેર પ્રમુખ મહેશભાઈ શાહ, પૂર્વ વિપક્ષ નેતા ખંડુભાઈ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્ના હતા.
યાત્રા આગામી દિવસોમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરશે. અભિયાન પૂર્ણ થયા બાદ ખેડૂતોના ૨૨ પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવશે.