Damanganga Times.

Damanganga Times.

September 11, 2026

વાપીમાં જમીનના દાખલા બાબતે કોર્પોરેટરના પતિ પર હુમલો

વાપીમાં જમીનના દાખલા બાબતે  કોર્પોરેટરના પતિ પર હુમલો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૦ ઃ વાપીના ચણોદ ગામ, સાગ ડુંગરીયા ખાતે રહેતા ખેડૂત નિલેશભાઈ મગનભાઈ પટેલે ઉદ્યોગનગર પોલીસ મથકે ચાર ઈસમો સામે મારામારી અને ધમકીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તા. ૦૪/૦૯/૨૦૨૬ ના રોજ સાંજે ૭ઃ૩૦ વાગ્યે તેમના પત્ની રેશ્મા નિલેશભાઈ પટેલ જે વાપી મહાનગર પાલિકામાં કોર્પોરેટર છે, તેમણે ફોન કરી જણાવ્યું કે ભાણીયાભાઈ હળપતિ અને અન્ય લોકો રહેણાંકના દાખલા માટે આવ્યા હતા. જે દાખલા પર તેમણે સહી કરી આપી હતી. આ દાખલા જે મકાનના આપ્યા તે જગ્યા ફેનીલ ઉર્ફે લાલુ  મુકેશભાઈ કોળી પટેલની માલિકીની હોવાનું કહેવાય છે અને અંદરો અંદર વિવાદ ચાલતો હતો. ૦૮/૦૯/૨૦૨૬ના રોજ રાત્રે ૯ૅં૩૦વાગ્યે નિલેશભાઈ તેમના મિત્રો સાથે પોતાની વાડીઍ બેઠા હતા ત્યારે ઍક સફેદ ફોર્ચ્યુનર સહિત ૩ ફોરવ્હીલરમાં  ફેનીલ ઉર્ફે લાલુ કોળી પટેલ (નાની સુલપડ),  સરફરાજ ઉર્ફે લાલુ ખાન (સુલપડ),  પ્રકેશ ઉર્ફે પગુ કોળી પટેલ (મોટી સુલપડ) અને  ભાવેશ શંકર કોળી પટેલ (ચણોદ) આવ્યા હતા. આરોપીઓઍ તમે અમારી જમીનનો દાખલો કેમ બનાવી આપો છો? આ જમીન મારી છે કહી જાતિવિષયક ગાળાગાળી કરી, કોલર પકડી ગાલ પર થપ્પડ મારી, ઢીકા-પાટુનો માર માર્યો હતો. ભાવેશના હાથમાં લાકડાનો દંડો હતો જેનાથી માથાના ભાગે મારવાની કોશિશ કરી હતી. સાથે હાજર મિત્રો વચ્ચે પડતા બચાવ થયો હતો. બાદમાં ૅજો દાખલો આપીશ કે પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. પોલીસે મારામારી અને ઍટ્રોસીટી ઍક્ટ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.