પારડી ઍપીઍમસીની ચૂંટણીમાં રણછોડ પટેલની પેનલનો વિજય
- byDamanganga Times
- 11 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૦ ઃ પારડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ચૂંટણીઓ માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ૧૧૦ જેટલા ખેડૂત મતદાર પૈકી ૧૦૯ જેટલા મતદાન ખેડૂતોઍ મતદાન કર્યું હતું આજે યોજાયેલ મતગણતરીમાં ૧૦૯ મત પૈકી આઠ મત થયા હતા અને ૧૦૧ મત નો પરિણામ આવ્યો હતો જેમાં આશિષભાઈ રણછોડભાઈ પટેલની સંપૂર્ણ પેનલ નો બહુમતી સાથે વિજય થયો છે અહીં જિલ્લા સહકારી મંડળી રજીસ્ટાર અધિકારી છત્રોલા બ્રિજેશ કાનજીભાઈ ના રાહબારી હેઠળ ઍમની ટીમ દ્વારા આજે તારીખ ૯મી સપ્ટેમ્બર ના રોજ વહેલી સવારે ૯ કલાક થી જ મતદાન ગણતરી અંગેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને દરેક વોટ ની ગણતરી કરવામાં આવી હતી વહેલી સવારથી જ પારડી તાલુકાના જુદાજુદા વિસ્તારોમાંથી ખેડૂત ઉમેદવારો આવી પહોંચ્યા હતા ગણતરી બાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માં હાલના ચેરમેન આશિષભાઈ રણછોડભાઈ પટેલ ની પેનલના ચાર ઉમેદવારો બિનહરીફ થઈ ગયા છે અને દસ ઉમેદવારો ચૂંટણીમાં ઊભા હતા જે તમામ દસ ઉમેદવારો નો ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે જ્યારે ઍમની સામે અમિતભાઈ પટેલ ઉભા હતા ઍમની પેનલમાં કોઈ અન્ય નહીં હોય ઍમનો પરાજય થયો છે જેથી આમ ખેતીવાડીની ૧૦ સીટમાં સ્કૂલ ૧૧ જણા ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી જેમાં ૧૦ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે અને ઍમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ઠાકોર કિરણસિંહ અભયસિંહ પટેલ આશિષભાઈ રણછોડભાઈ પટેલ ચંદ્રકાન્તભાઈ રામભાઈ પટેલ જગદીશભાઈ ગુલાબભાઈ પટેલ પ્રવિણકુમાર પ્રભુભાઈ પટેલ બીપીનભાઈ બચુભાઈ પટેલ રણછોડભાઈ ઘેલાભાઈ પટેલ સુભાષભાઈ રણછોડભાઈ પટેલ હરીશભાઈ ભાણાભાઈ પટેલ હિતેશભાઈ ગોવિંદભાઈ ઉમેદવારો વિજેતા થયા છે હાલના ચેરમેન આશિષભાઈ પટેલ અને માજી ચેરમેન રણછોડભાઈ પટેલ ની પેનલ સંપૂર્ણ બહુમતી સાથે વિજેતા બની છે આશિષભાઈ પટેલે તમામ ખેડૂત સભાસદ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ઍમની પેનલ પર ફરીથી વિશ્વાસ મૂકી અપાવવા બદલ તમામ ને અભિનંદન આપ્યા હતા જે પ્રમાણે વિકાસલક્ષી કામો ચાલી રહ્ના છે ઍ જ પ્રમાણે વિકાસલક્ષી કામો સતત ચાલુ રહેશે અને ખેડૂત ઉપયોગી કામો થતા રહેશે ઍવો વિશ્વાસ આશિષભાઈ ઍ વ્યક્ત કર્યો હતો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી જયવદનભાઈ પટેલ નીલુભાઈ પટેલ સાથે અને કર્મચારીઓઍ સખત મહેનત કરી ચૂંટણીને સફળ બનાવી હતી.
