Damanganga Times.

Damanganga Times.

September 11, 2026

ચારોટી નેશનલ હાઈવે પર સીપીઍમના ચક્કાજામની અસર વાપીમાં પણ વર્તાઈ

ચારોટી નેશનલ હાઈવે પર સીપીઍમના  ચક્કાજામની અસર વાપીમાં પણ વર્તાઈ




(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૦ ઃ  મહારાષ્ટ્ર રાજ્ય વિદ્યુત મહામંડળ દ્વારા લગાવવામાં આવી રહેલા સ્માર્ટ મીટરના વિરોધમાં આજે તા.૧૦/૦૯/૨૦૨૬ ના રોજ ભારતીય કમ્યુનિસ્ટ પક્ષ (માર્ક્સવાદી) દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર બેમુદ્દત રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. ઠાણે-પાલઘર જિલ્લાના નેજા હેઠળ ચારોટી ખાતે સવારે ૧૧ વાગ્યા સુમારે ચલો ચારોટીના નારા સાથે હજારો કાર્યકરો અને ખેડૂતો ઍનઍચ-૪૮ પર ઉતરી આવ્યા હતા. ધડક મોર્ચાના કારણે મુંબઈ-અમદાવાદ હાઈવે તેની સીધી અસર જોવા મળી હતી. ઉદ્યોગોમાં તૈયાર અને કાચા માલની ડિલેવરી કરતાં ટ્રક ટેન્કર જેવા વાહનો ટ્રાફીકમાં ફસાયા હતા. આ રસ્તા રોકોની સીધી અસર વાપી સુધી જોવા મળી હતી. મહારાષ્ટ્ર તરફ જતા અને આવતા વાહનોની ૧૦ થી ૧૫ કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ હતી. માલવાહક ટ્રકો, ખાનગી બસો અને નાના વાહનો ફસાતા મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા હતા. પોલીસ દ્વારા વાહનોને ડાયવર્ટ કરવામાં આવી રહ્ના છે.