Damanganga Times.

Damanganga Times.

September 10, 2026

વલસાડના બે ગુમ બાળકોને પોલીસે ગણતરીના કલાકોમાં દમણથી શોધી કાઢયા

વલસાડના બે ગુમ બાળકોને પોલીસે ગણતરીના કલાકોમાં દમણથી શોધી કાઢયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૯ ઃ  વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાંથી રમતા-રમતા અચાનક ગુમ થયેલા બે માસૂમ બાળકોને વલસાડ સીટી પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં દમણ ખાતેથી હેમખેમ શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું છે.
ગત તા. ૦૮/૦૯/૨૦૨૬ના રોજ વલસાડના મોગરાવાડી વિસ્તારમાંથી બે બાળકો ઘરે કોઈને કહ્ના વિના રમતા-રમતા નીકળી ગયા હતા અને લાંબા સમય સુધી પરત ન ફરતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી. બાળકો ક્યાંય ન મળતાં આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી.
બનાવની ગંભીરતાને ધ્યાને રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ, વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ઍ.કે. વર્માના માર્ગદર્શન હેઠળ રાજ્યવ્યાપી ઁપ્ત્લ્લ્ત્બ્ફ પ્ત્ન્ખ્ખ્ભ્ઁ અંતર્ગત ગુમ થયેલા બાળકોને શોધવા કવાયત હાથ ધરાઈ હતી.
આ કામગીરીમાં વલસાડ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ઍચ. વાળા, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ઍ.યુ. રોઝ, ભ્લ્ત્ બી.ઍચ. રાઠોડ તેમજ સર્વેલન્સ સ્ટાફ અને ન્ઘ્ગ્ની ટીમે સીસીટીવી ફૂટેજ અને હ્નામન સોર્સની મદદ લીધી હતી.
સઘન તપાસના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને બાળકોનું પગેરું મેળવી તેમને દમણ થી શોધી કાઢ્યા હતા. બાળકોને સુરક્ષિત રીતે તેમના પરિવારને સોંપવામાં આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને વલસાડ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.