Damanganga Times.

Damanganga Times.

September 10, 2026

ડુંગરા આરોગ્ય કેન્દ્રમાં ચોરી

ડુંગરા આરોગ્ય કેન્દ્રમાં ચોરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૯ ઃ વાપીના ડુંગરા યુપીઍચસી સેન્ટરમાં ચોરીની ઘટના સામે આવી છે. સરકારી ડોક્ટર અર્થીબેન કિર્તીકુમાર પટેલે ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, તા.૦૭/૦૯/૨૦૨૬ ના રોજ સાંજે ૫ઃ૨૦ વાગ્યે પીઍચસી બંધ કરી સ્ટાફ ઘરે ગયો હતો. બીજા દિવસે તા.૦૮/૦૯/૨૦૨૬ ના સવારે ૮ઃ૨૦ વાગ્યે દવાખાનું ખોલતા પહેલા માળે ઈમરજન્સી દરવાજાની બહારની લોખંડની શેફટી ગ્રીલની કડી તોડેલી જોવા મળી હતી.
તસ્કરો અંદર પ્રવેશી કમ્પ્યુટર રૂમનો દરવાજો તોડી ૧ ડેસ્કટોપ કિ.૬,૦૦૦, સીપીયુ કિ.૭,૦૦૦, િ-ન્ટર કિ.૫,૦૦૦, વાઈફાઈ રાઉટર કિ.૫૦૦, પાવર બેટરી કિ.૫,૦૦૦, મોનીટર કિ.૨,૦૦૦, ઉપરાંત જનરલ વોર્ડમાંથી ઓક્સિજન કોન્સન્ટ્રેટર કિ.૧૦,૦૦૦, લેબોરેટરીમાંથી માઈક્રોસ્કોપ કિ.૧૨,૦૦૦ અને ફિમેલ વોર્ડમાંથી ટીવી કિ.૨,૦૦૦ મળી કુલ રૂ.૪૮,૫૦૦ ની મતાની ચોરી કરી નાસી ગયા હતા. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.