Damanganga Times.

Damanganga Times.

September 10, 2026

સરકારી દવાખાનામાં સ્નેક અને ડોગ બાઈટની સારવાર અંગે જનજાગૃતિ ફેલાવો ઃ કલેકટર

સરકારી દવાખાનામાં સ્નેક અને ડોગ બાઈટની સારવાર અંગે જનજાગૃતિ ફેલાવો ઃ કલેકટર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૯ ઃ વલસાડ જિલ્લા કલેકટર નીતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ, સંચારી રોગચાળા બેઠક, નેશનલ પ્રોગ્રામ ઓન ક્લાઈમેટ ચેન્જ ઍન્ડ હ્નામન હેલ્થ અને સિકલસેલ ઍનિમીયા કંટ્રોલ પ્રોજેક્ટ અંગેની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં તમામ પીઍચસી અને સીઍચસી પર સોલાર પેનલ અને વોટર હાર્વેસ્ટીંગની સુવિધા ફરજિયાત ઉપલબ્ધ કરાવવા ઉપર કલેકટરઍ ભાર મુક્યો હતો.
આ બેઠકમાં કલેકટરે તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ છેલ્લા ૩ માસમાં થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં ઍ સંબંધી ૩૭૭ કેસ કરી રૂ ૬૨૧૪૦ દંડ વસૂલવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. જયારે સંચારી રોગચાળા નિયંત્રણની બેઠકમાં સિકલસેલ ઍનિમીયા કંટ્રોલ પ્રોજેકટ, ડાયેરીયા, ટાઈફોઈડ, સિઝનલ ફલુ (ઍચ૧ઍન૧)ના કેસો અને પ્રાણીજન્ય રોગચાળામાં ડોગ બાઈટ અને સ્નેક બાઈટના કેસો અંગે સમીક્ષા કરી હતી. જેમાં સરકારી દવાખાનામાં પણ ડોગ બાઈટ અને સ્નેક બાઈટની સારવાર થતી હોવા અંગે લોકોમાં જનજાગૃતિ ફેલાવવા જે તે ગામના સરપંચો, સભ્યો, આશા વર્કર, આંગણવાડી વર્કર, ગ્રામ સેવક અને તલાટીઓનો ઍક દિવસનું સેશન રાખી તેઓને જાણકારી આપવા કલેકટરે જણાવ્યું હતું. જેથી સ્નેક બાઈટના કેસ હોય તો ભગતભૂવા પાસે જવાને બદલે તાત્કાલિક સરકારી દવાખાનામાં આવે તો જીવ બચી શકે.  
તેમણે આરોગ્ય ખાતાની તમામ સરકારી મકાનોમાં રેઈન વોટર હાર્વેસ્ટીંગ, સોલાર પેનલ અને ઍલઈડી લાઈટનો જ ઉપયોગ કરવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું.  આ બેઠકમાં જિલ્લાના મહત્વના વરિષ્ઠ અધિકારીઅો ઉપસ્થિત રહ્ના હતાં.