Damanganga Times.

Damanganga Times.

September 10, 2026

ઔરંગા નદી કિનારે જેટી પર વિસર્જનની કામગીરીનું ધારાસભ્યઍે નિરિક્ષણ કર્યુ

ઔરંગા નદી કિનારે જેટી પર વિસર્જનની કામગીરીનું ધારાસભ્યઍે નિરિક્ષણ કર્યુ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૯ ઃ વલસાડની ઔરંગા નદીના કિનારે આવેલી જેટી ખાતે ગણેશજીની પ્રતિમાના વિસર્જન માટે ચાલી રહેલી તૈયારીઓ તથા રસ્તાની મરામત કામગીરીનું વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વલસાડ નગરપાલિકા સભ્યો, તાલુકા પંચાયત સભ્યો તથા સરપંચો દ્વારા ધારાસભ્ય ભરતભાઈને ગણપતિ મંડળોને વિસર્જન દરમિયાન પડતી વિવિધ મુશ્કેલીઓ તથા જરૂરી વ્યવસ્થાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી.
આ રજૂઆતોને ધ્યાનમાં રાખી ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા જિલ્લા કલેક્ટર તથા વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસરને ગણેશજીની પ્રતિમાના વિસર્જન દરમિયાન કોઈપણ ગણપતિ મંડળને અગવડતા ન પડે તેમજ વિસર્જન સ્થળે જરૂરી સુવિધા, સુરક્ષા અને વ્યવસ્થાઓ સુચારૂ રીતે ઉપલબ્ધ થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. જે સંદર્ભે સોમવારથી સ્થળ પર કામગીરી હાથ ધરાતા ધારાસભ્યશ્રી ઍ મુલાકાત લઈ કામગીરીનું નિરિક્ષણ કરી જરૂરી સૂચનો પણ કર્યા હતા.