Damanganga Times.

Damanganga Times.

September 10, 2026

વાપીમાં પાણીજન્ય અને ચેપી રોગોના જોખમને ઘટાડવા સફાઈ કામગીરી કરાઈ

વાપીમાં પાણીજન્ય અને ચેપી રોગોના જોખમને ઘટાડવા સફાઈ કામગીરી કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૯ ઃ વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે તેમજ સંભવિત પાણીજન્ય અને ચેપી રોગોના જોખમને ઘટાડવાના હેતુસર આજે વિવિધ વિસ્તારોમાં વાપી મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચણોદ, ડુંગરી ફળિયા, ગીતાનગર, ડુંગરા તેમજ કંચનનગર સહિતના વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી અને દવાનો છટકાવ પણ કરાયો હતો. આ સાથે આરોગ્ય વિભાગ દ્વારા પણ સમગ્ર વિસ્તારમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્નાં છે અને જરૂરી નિવારક કામગીરી હાથ ધરાઈ રહી છે. નાગરિકોને સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને આરોગ્યલક્ષી કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
સ્વચ્છ પર્યાવરણ, સુરક્ષિત આરોગ્ય અને સ્વસ્થ સમાજ માટે પાલિકાની કામગીરી અવિરત ચાલુ રહેશે.