Damanganga Times.

Damanganga Times.

September 10, 2026

વાપીમાં PIU ખાતે ‘સ્ટાર્ટઅપથી ઉદ્યોગ સાહસિકતા’ અંગે નિષ્ણાંત સત્ર યોજાયું

વાપીમાં PIU ખાતે ‘સ્ટાર્ટઅપથી ઉદ્યોગ સાહસિકતા’ અંગે નિષ્ણાંત સત્ર યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૯ ઃ  પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી (ભ્ત્શ્), વાપી ખાતે પ્રથમ વર્ષના બી.ટેક. ઍન્જિનિયરિંગમાં નવા પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે આયોજિત વ્યાપક સ્ટુડન્ટ ઇન્ડક્શન પ્રોગ્રામ અંતર્ગત સ્ટાર્ટઅપથી ઉદ્યોગસાહસિકતા સુધીની સફર પાયાથી વ્યવસાયનું નિર્માણ વિષય પર ઍક પ્રેરણાદાયી નિષ્ણાત સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રના નિષ્ણાત વક્તા તરીકે જાણીતા ઉદ્યોગપતિ અને પરોપકારી પાર્થિવ મહેતા ઉપસ્થિત રહ્ના હતા. તેમણે ઉદ્યોગસાહસિકતા, નવીનતા અને ટકાઉ વ્યવસાયના નિર્માણ અંગે પોતાના અનુભવો અને વિચારો વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા હતાં.
આ પ્રસંગે પ્રો. કિરણ પાટીલઍ નવા પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટેના સ્ટુડન્ટ ઇન્ડક્શન પ્રોગ્રામ પાછળની વિચારધારા અને તેના હેતુ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
પોતાના અત્યંત રસપ્રદ અને સંવાદાત્મક સત્રમાં પાર્થિવ મહેતાઍ  વિદ્યાર્થીઓને જણાવ્યું કે ઉદ્યોગસાહસિકતાની સાચી શરૂઆત સમસ્યાઓને ઓળખવાથી, તેમાં રહેલી તકોને સમજવાથી અને નવા ઉકેલો અજમાવવાની હિંમતથી થાય છે. વિદ્યાર્થીઓ સાથેનો જીવંત સંવાદ આ સત્રનું વિશેષ આકર્ષણ રહ્ના હતો.