વાપી-ચંડોરના STPનું મોદીઍ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ
- byDamanganga Times
- 10 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૯ ઃ વાપી મહાનગરપાલિકાના ચંડોર ખાતે આવેલા ૨૨ ઍમઍલડી ઍસટીપી (સ્યુઍજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)નું આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાંથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વાપી મહાનગરપાલિકા દ્વારા અમૃત યોજના-૨ અંતર્ગત ચંડોરગામના કાસલ ફળિયા નવીનગરી માં દમણગંગા નદી કિનારે આ ૨૨ ઍમઍલડી ક્ષમતાનો ઍસટીપી પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટમાં વાપીના ગોકુલ વિહાર ટાઉનશીપ, જલારામ સોસાયટી, આનંદનગર, ઇમરાનનગર, મહેસાણાનગર, ગીતાનગર, ગોદાલનગર, સૂલપડ, ડુંગરા, ડુંગરી ફળિયા, ચણોદ સહિતના વિસ્તારોમાંથી ઘરવપરાશનું ગંદુ પાણી લાવી તેનું વૈજ્ઞાનિક રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવશે.
આ પ્લાન્ટ કાર્યરત થતાં વાપી શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળતા ઘરવપરાશના ગંદા પાણીના યોગ્ય નિકાલ અને શુદ્ધિકરણમાં મહત્વપૂર્ણ સુવિધા ઉભી થશે. તેમજ ગંદા પાણીને ટ્રીટ કરીને પર્યાવરણ અને દમણગંગા નદીના સંરક્ષણમાં પણ મદદરૂપ બનશે.
આ ઍસટીપી પ્લાન વાપી નગરપાલિકા હતી તે સમયે પાલિકા પ્રમુખ અને સભ્યો તેમ જ સ્થાનિક આગેવાનોની રજૂઆતને ધ્યાને લઈ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇ આ ઍસટીપી પ્લાન ને મંજૂરી મળી હતી અને હવે તે બનીને તૈયાર થતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ થયું છે જેને લઇ વાપી મહાનગરપાલિકાના ઉપરોક્ત વિસ્તારના લોકો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે.
વાપી મહાનગરપાલિકાના આ ઍસટીપી પ્લાન ૨૨ ઍમઍલડી ને મંજૂરી મળી તાજ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના હશે પણ બાદ વાપી જીઆઇડીસી જે ટાઈપ વિસ્તારથી ચંડોર ઍસટીપી પ્લાન સુધીની લાઈન થી હાલમાં ઘર વપરાશનું પાણી ને લઈ જઈ ટ્રીટ કરી દમણ ગંગા નદીમાં છોડવામાં આવી રહ્નાં છે અને ટૂંક સમયમાં જ મોટાભાગના વિસ્તારને સમાવી લેવામાં આવશે જેને લઇ હવે વાપીમાં ઉભરાતી ગટર કે ઘર વપરાશનો ગંદુ પાણી જાહેર માર્ગ ઉપર કે ખુલ્લા ખેતરમાં જતું પણ અટકી જશે .
