વાપીની ઍલ.જી. હરિયા મલ્ટી પર્પઝ સ્કુલના ખેલાડીઅો નેટબોલ સ્પર્ધામાં ઝળકયા
- byDamanganga Times
- 10 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૯ ઃ વાપીની શ્રી.ઍલ.જી હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલ ને અત્યંત ગર્વ સાથે જણાવતા આનંદ થાય છે કે, અમારા વિદ્યાર્થીઓ તાજેતરમાં યોજાયેલી ૩જી સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ લ્ઞ્જ્ત્ જિલ્લા કક્ષાની નેટબોલ સ્પર્ધામાં અમારી શાળાના વિદ્યાર્થીઓઍ મેળવેલી ભવ્ય સિદ્ધિઓ જણાવતાં અત્યંત ગર્વ થાય છે. અમારી ટીમોઍ અસાધારણ કૌશલ્ય, ઉત્તમ ટીમવર્ક અને સાચી ખેલદિલીનું સુંદર પ્રદર્શન કર્યું. અમારી સિદ્ધિઓૅં- અંડર-૧૯ ગર્લ્સ ટીમ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો અને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી મેળવી. ધોરણ ૧૨ની કુમારી બીટુ શર્મા, મોનિકા શર્મા, સોનમ શર્મા, ગરીમા સિંગ, સગુન, ધિવાર, આધ્યાસીંગ, રિદ્ધિ તિવારી, સ્વીટીકુમારી ઝા, નંદની સિંગ, હિર પટેલ, નિશા જૈન, શિવાંગી ચૌહાણ અંડર-૧૭ બોયઝ ટીમ ચેમ્પિયન્સ બનીને શાનદાર વિજય મેળવ્યો અને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી મેળવી. ધોરણ ૧૧ના માસ્ટર હર્ષ સિંગ, ઉત્કર્ષ દુબે, અનમોલ યાદવ, ગૌરવ મુદગલ,અર્પિત યાદવ, પવન કુમાર,ઓમ પ્રજ્ઞાન સાહુ, હર્ષ સિંગ,ભવ્ય પરીખ, શિવા યાદવ, ધોરણ ૧૦ના માસ્ટર માનસ નકાતે,સત્યમ યાદવ. અંડર-૧૭ ગર્લ્સ ટીમ – રનર્સ-અપ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે દ્વિતીય સ્થાન પ્રા કર્યું. ધોરણ ૧૧ની કુમારી આર્યા સિંગ, ધોરણ ૯ની કુમારી સુનિતા શેખાવત, ટિયા પટેલ, ભાવિકા સ્વામી, દિવ્યા સિંગ, જીયાના કોર, દીક્ષા યાદવ, અનાયાસિંગ, રુબી રાવત, અર્પિતા સિંગ, આરાધ્યા તિવારી, વૈભવી પાટીલ, ખેલાડીઓની મહેનત અને સમર્પણે અમને સૌને ગર્વ અનુભવ કરાવ્યો. તેથી અમારા તમામ વિજેતા વિદ્યાર્થીઓને કૌશિક હરિયા ઍજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન ઍ. કે. શાહ અને મેનેજિંગ ટ્રસ્ટ બિમલ હરિયા અને શાળાના આચાર્ય શ્રીમતી બીન્ની પોલ તથા સ્ટાફ વતી અભિનંદન અને આશીર્વાદ પાઠવવામાં આવે છે.
