Damanganga Times.

Damanganga Times.

September 10, 2026

કપરાડામાં પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઇ

કપરાડામાં પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઇ


વલસાડ, તા. ૦૯ ઃ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આઇસીસીઍસ ઘટક-૧,૨,૩ માં પોષણ ઉત્સવ-૨૦૨૬  અંતર્ગત ઘટક કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ૧૭ સેજાઓ દ્વારા પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં રજૂ કરવામાં આવી હતી.
આ સ્પર્ધાનો મુખ્ય હેતુ પૌષ્ટિક આહાર, મિલેટસ તથા આંગણવાડીમાંથી મળતા ટી.ઍચ. આર.ના પોષણ મૂલ્ય અંગે જન જાગૃતિ કેળવવાનો હતો.આ હરીફાઇમાં ૧૭ સેજાના કાર્યકર બહેનોઍ ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રતિ સેજા ૯ વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. આમ, અંદાજીત ૧૫૦ વાનગીઓ નિદર્શનમાં મુકાઈ હતી. જેમાં મિલેટ્સ તથા ટી.ઍચ.આર ની વાનગી અને પ્રાદેશિક થાળી રજુ કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં આયુષ મેડિકલ ઑફિસર, ય્ગ્લ્ધ્ મેડીકલ ઑફીસરઓ, કૃષિ વિજ્ઞાન કેંદ્રના પ્રોગ્રામ આસીસ્ટંટઍ નિર્ણાયક તરીકે ફરજ બજાવી હતી. જેઓ દ્વારા તમામ વાનગીઓનું નિષ્પક્ષ રીતે નિરીક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવ્યું અને વિવિધ માપદંડ જેવા કે, પોષણ મૂલ્ય, સામગ્રીની ઉપલબ્ધિ વગેરેને ધ્યાને રાખી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં.
કાર્યક્રમમાં અતિથિ તરીકે કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા સંગઠન પ્રમુખ, કપરાડા તાલુકા સદસ્ય વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતા. તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવી તેમના -યત્નોને બિરદાવી અને જિલ્લા કક્ષાની વાનગી સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કૃષિ વિજ્ઞાન કેંદ્રના પ્રોગ્રામ આસીસ્ટંટ દ્વારા ભોજનમાં સરગવાના પાનનું મહત્વ, ભોજનમાં વિવિધતાનું મહત્વ વગેરેની સમજ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આઈસીડીઍસ કપરાડા ઘટક-૧ના સીડીપીઓ ઉન્નતિબેન ઍન. ચૌધરી અને  કપરાડા ઘટક-૨ના  સીડીપીઓ હસુમતી દિવા દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામ ઑફીસરના માર્ગદર્શન અને આઈસીડીઍસ કચેરી કપરાડાના તમામ સ્ટાફના સહિયારા -યાસથી સમગ્ર કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન થયો હતો.