નાનાપોંઢાના માંડવામાં વન મહોત્સવ યોજાયો
- byDamanganga Times
- 10 September, 2026
વલસાડ, તા.૦૯ ઃ નાનાપોંઢા તાલુકાના માંડવા ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના વન મહોત્સવમાં ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીઍ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું.
આ સાથે જ વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે વૃક્ષ રથનું પ્રસ્થાન પણ કરાવ્યું હતું. વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરી હરિયાળું અને સ્વચ્છ ગુજરાત બનાવવાના સંકલ્પ સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવા તેમજ વાવેલા વૃક્ષોની યોગ્ય જાળવણી કરવા ધારાસભ્ય દ્વારા અનુરોધ કરાયો હતો. આ પ્રસંગે નાનાપોંઢા તાલુકા પંચાયત પ્રમુખ મનીષાબેન વી. પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય તૃબેન ધનારીયા, સરપંચ દશમાભાઈ ધનારીયા સહિત આગેવાનો, પદાધિકારીઓ, શિક્ષકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતાં.
