Damanganga Times.

Damanganga Times.

September 10, 2026

વાપીમાં પીઍમ સ્વનિધિ ૨.૦ યોજના હેઠળ ફોર્મ ભરવાના શરૂ

વાપીમાં પીઍમ સ્વનિધિ ૨.૦ યોજના હેઠળ ફોર્મ ભરવાના શરૂ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૯ ઃ વાપી મહાનગરપાલિકા દ્વારા પીઍમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ -પીઍમ સ્વનિધિ ૨.૦ યોજના હેઠળ ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ગુજરાત શહેરી આજીવિકા મિશન અને શહેરી વિકાસ વિભાગની આ યોજનામાં પથારાવાળા, લારી-ગલ્લાવાળા અને નાના ફેરિયાઓ, ટિફિન સર્વિસ કરનારા, ઘરેથી ટેલરિંગ કરનારા, બ્યુટી પાર્લર ચલાવનારા કે ગૃહ ઉધ્યોગ ચલાવનારને પ્રથમ તબક્કે રૂ.૧૫૦૦૦ સુધીનું, બીજા તબક્કે રૂ.૨૫૦૦૦ અને ત્રીજા તબક્કે રૂ.૫૦,૦૦૦ સુધીનું સિક્યોરિટી ફ્રી લોન આપવામાં આવશે. લાભાર્થીઓને વાર્ષિક ૭ ટકા વ્યાજ સહાય સીધી બેંક ખાતામાં મળશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર મહિને રૂ.૧૦૦ અને વાર્ષિક રૂ.૧૬૦૦ સુધીનું કેશબેક પણ અપાશે. દ્વિતીય લોન ભરપાઈ કરનારને રૂ.૩૦,૦૦૦ સુધી ક્રેડિટ ગેરંટી સાથે રૂપે ક્રેડિટ કાર્ડની સહાય મળશે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક લોકોઍ રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતું હોવું જરૂરી છે જે પાસબુકની ઝેરોક્ષ,આધારકાર્ડની કોપી, વેરા રસીદ જો ભાડુઆત હોય તો ભાડા કરાર, લાઈટ બિલ ઝેરોક્ષ આપવાના રહેશે. આ યોજનાનો લાભ લેવા વાપી મહાનગરપાલિકા, ચલા ઝોન ઓફિસ, પ્રથમ માળે શ્ઘ્ઝ઼ વિભાગનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. મો. ૯૭૨૭૭૭૪૫૮૯ અને ત્ર્દ્દદ્દષ્ટસ્ન્ૅં//ષ્ટૃર્સ્ન્રુઁજ્ઞ્ફુત્ર્જ્ઞ્.ૃંત્ર્્ર્યી.િંંરુ.જ્ઞ્ઁ પર ઓનલાઈન અરજી કરી શકાશે.