Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

વાપીની અંબેમાતા શાળામાં પુસ્તક પરબ, વલસાડ દ્વારા ૩૫૦ જેટલાં પુસ્તકોની ભેટ

વાપીની અંબેમાતા શાળામાં પુસ્તક પરબ, વલસાડ દ્વારા ૩૫૦ જેટલાં પુસ્તકોની ભેટ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

નાનાપોîઢા, તા. ૦૮ ઃ શ્રી અંબે માતા જી.આઈ.ડી.સી. વાપી સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી કન્યા વિદ્યાલય (બાલચોંડી, તાલુકો નાનાપોંઢા)ની લાઇબ્રેરીને સમૃદ્ધ કરવાનો પ્રયાસ. વિદ્યાર્થીઓમાં ઇતર વાંચનની ટેવ વિકસે અને તેઓ અભ્યાસ ઉપરાંત જ્ઞાનના વિશાળ વિશ્વ સાથે જોડાય તે હેતુથી પુસ્તક પરબ, વલસાડ દ્વારા શ્રી અંબે વિધાલયને ૩૫૦ જેટલાં ગુજરાતી અને અંગ્રેજી પુસ્તકો ભેટ આપવામાં આવ્યાં હતાં.

આ કાર્યક્રમમાં કપરાડા મતવિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, જેઓ આ શાળાના સંસ્થાપક પણ છે, તેમજ નાનાપોંઢા તાલુકાના પ્રમુખ મનીષાબેન પટેલ, ડૉ. દિવ્યેશ ચૌધરી, આચાર્ય ડૉ. જયદીપ મહેતા, ડાયરેક્ટર હર્ષદભાઈ, શાળા પરિવાર તથા અન્ય મહાનુભાવ તથા પત્રકારમિત્રોની ઉપસ્થિતિ રહી હતી. જીતુભાઈ ચૌધરીઍ સફારી  મેગેઝિન વાંચનનો ઍમના જીવનમાં શું મહિમા રહ્ના છે. તથા ઇતરવાચન બાળપણથી જ કેટલું મહત્વનું છે ઍ વિશે પ્રકાશ પાડતા પુસ્તકનો મહિમા વિશે સરસ વાતો રજૂ કરી. તેમણે પુસ્તક પરબ, વલસાડના આ કાર્યને બિરદાવ્યું અને આનંદ વ્યક્ત કર્યો. પુસ્તક પરબ, વલસાડ તરફથી ડૉ. આશા ગોહિલ, હાર્દિક પટેલ અને દીપકભાઈ મર્ચન્ટ ઉપસ્થિત રહ્ના હતાં. સાયન્સ ઍક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે પુસ્તકોનું મહત્વ સમજાવતા ડૉ. આશા ગોહિલે વિદ્યાર્થીઓને જણાવ્યું કે જીવનમાં જ્ઞાન અને વૈજ્ઞાનિક દૃષ્ટિ વિકસાવવામાં પુસ્તકોની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે. પુસ્તકો ખરીદવામાં પ્રકાશભાઈ શાહ (સર્વોદય ટ્રસ્ટ, પિંડવળ) તથા કંચનબેન મગનલાલ ભાવસારની પુણ્ય  તિથિ નિમિત્તે હસ્તક નીલીમા જીતેન્દ્ર ભાવસાર (વલસાડ) તરફથી  આર્થિક સહાય પ્રા થઈ છે.

પુસ્તક પરબ, વલસાડનો આ પ્રયાસ માત્ર પુસ્તકો ભેટ આપવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં વાંચનની સંસ્કૃતિ વિકસાવીને તેમના જ્ઞાન, વિચારશક્તિ અને વ્યક્તિત્વ વિકાસને નવી દિશા આપવાનો ઍક સુંદર પ્રયાસ છે.