Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

વલસાડના ખેલાડી નિર્મિત તૃ ભાનુશાલીઍ બે ગોલ્ડ મેડલ મેળવ્યા

વલસાડના ખેલાડી નિર્મિત તૃ ભાનુશાલીઍ બે ગોલ્ડ મેડલ મેળવ્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૮ ઃ સુરત ખાતે યોજાયેલી ૧૪મી ગુજરાત સ્ટેટ કુડો ટુર્નામેન્ટમાં વલસાડના પ્રતિભાશાળી કુડો ખેલાડી નિર્મિત તૃ પાર્થ ભાનુશાલીઍ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બે ગોલ્ડ મેડલ મેળવી શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે.નિર્મિતની આ સફળતા તેની સતત મહેનત, શિસ્ત, સમર્પણ, દૃઢ મનોબળ અને નિયમિત તાલીમનું પરિણામ છે. તેની આ સિદ્ધિ પાછળ કોચ તરુણ ધિમ્મરનું માર્ગદર્શન અને સતત તાલીમ પણ મહત્વપૂર્ણ રહ્નાં છે.

નિર્મિતની આ સિદ્ધિથી પરિવારજનો, મિત્રો તેમજ સમગ્ર વલસાડ અને ભાનુશાલી સમાજમાં ગૌરવની લાગણી પ્રસરી છે. નાની ઉંમરે બે ગોલ્ડ મેડલ મેળવી નિર્મિતે પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. નિર્મિત ભવિષ્યમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સિદ્ધિઓ હાંસલ કરી વલસાડ અને સમગ્ર ભાનુશાલી સમાજનું નામ ગૌરવપૂર્વક રોશન કરે, તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે.