Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

વાંસદામાં પોષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ

વાંસદામાં પોષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાંસદા, તા. ૦૮ ઃ મહિલા અને બાળ વિકાસ વિભાગ, વાંસદા (ત્ઘ્ઝ઼લ્) દ્વારા પોષણ ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત તાલુકા કક્ષાઍ વ્ણ્ય્ (આંગણવાડી કક્ષાઍથી આપવામાં આવતા માતૃશક્તિ, બાલશક્તિ તથા પૂર્ણાશક્તિ) તેમજ મિલેટ્સ (શ્રી અન્ન – નાના દાણાવાળા ધાન્ય પાકોનું જુથ, બાજરી, જુવાર, નાગલી (રાગી) કાંગ, બંટી (સામો) કોદરી, વરી વગેરે) માંથી બનાવેલ વિવિધ વાનગીઓનું પોષ્ટિક વાનગી સ્પર્ધાનુંઙ્ખ આયઓજન ચારણવાડા – ડેરી હોલ ખાતે કરવામાં આવેલ. કાર્યક્રમનો હેતુ વધતા જતા જંક ફુડ  તેમજ પેકેટ ફુડનો વપરાશ જે રીતે વધી રહ્ના છે. તેમજ તેના કારણે તેની આરોગ્ય પર જે રીતે ખરાબ અસરો થઇ રહી છે તે બાબતે જાગૃતતા લાવવા માટે કરવામાં આવેલ મિલેટ્સનો રોજીંદા આહારમાં વિવિધ વાનગીઓ બનાવી તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે માટે વિવિધ વાનગીઓનું નિદર્શન કરવામાં આવેલ, સાથે આંગણવાડી કેન્દ્રથી આપવામાં આવતા વ્ણ્ય્ (માતૃશક્તિ, બાલશક્તિ તથા પૂર્ણાશક્તિ)નો ઉપયોગ કરી પણ વિવિધ વાનગીઓ બનાવી નિદર્શન કરવામાં આવેલ વ્ણ્ય્ કે જે દૈનિક પોષણની જરૂરીયાત સગર્ભા, ધાત્રી, જિશોરીઓ તેમજ ૬ માસથી ૬ વર્ષના બાળકોને પૂરૂ પાડવા માટે આપવામાં આવે છે. આમ વ્ણ્ય્ તેમજ મિલેટસમાં સરગવાનો કે વિવિધ ભાજીઓનો ઉપયોગ કરી તેને રોજીંદા જીવનમાં ઉપયોગ કરવામાં આવે તેમજ આના થકી બાળકો, સગર્ભા, કિશોરીઓમાં ઍનિમિયાનું પ્રમાણ ઘટાડી શકાય.
કાર્યક્રમમાં હાજર ગામના (ચારણવાડા) સરપંચ દ્રારા હાજર તમામને સરગવાનો ઉપયોગ તેમજ -ાકૃતિક ખેતી અંગેની જરૂરી માહિતી આપવામાં આવેલ, તેમજ ડૉ. નિલભાઇ સી. પટેલ દ્રારા રોજીંદા જીવનમાં આહારની ટેવો, કિશોરીઓમાં ઍનિમિયા તથા ઍનિમિયા મુક્ત ભારત કાર્યક્રમ  અંતર્ગત તમામને માહિતગાર કરવામાં આવ્યા હતાં.
 કાર્યક્રમમાં હાજર ચારણવાડા સરપંચ, મેડિકલ ઓફિસર અને બાળ વિકાસ યોજના અધિકારી હેનાકુમારી વેલજીભાઇ ગામીત હાજર રહ્ના હતા. તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષણ શાખા દ્વારા  દિપકભાઇ આર. પટેલ તથા વાંસદા ઘટક-૧ અને ૨ ના મુખ્ય સેવિકા બહેનો તથા સ્ટાફ દ્રારા કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે હાજર તમામને પોષણ શપથ લેવડાવવામાં આવેલ.