Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

વાપી સિસિકા દ્વારા જન્માષ્ટમી અને રક્ષાબંધન પર્વની ઉજવણી

વાપી સિસિકા દ્વારા જન્માષ્ટમી અને રક્ષાબંધન પર્વની ઉજવણી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૮ ઃ વાપી સિસિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહમાં રક્ષાબંધન અને જન્માષ્ટીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. વાપી સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ દિનેશભાઈ દેસાઈની આગેવાનીમાં તારીખ ૪-૯-૨૦૨૬ ના રોજ જન્માષ્ટીના તહેવાર નિમિત્તે વાપી  સિસિકાના હોલમાં રક્ષાબંધન અને જન્માષ્ટમીનો સંયુક્ત તહેવારની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે બ્રહ્માકુમારી સનમબેન ચૌહાણ અને તેમના સાથીઓ દ્વારા  સિસિકાના સભ્યોને રક્ષાબંધનનું મહત્વ સમજાવી રાખડી બાંધી ઉજવણી કરવામાં આવી હતી  આ પ્રસંગે બ્રહ્માકુમારી સોનમબેન તરફથી દક્ષિણા રૂપે સભ્યોમાં રહેલા દુર્ગુણો માંથી ઍક નો ત્યાગ કરવા જણાવ્યું હતું જેનો અમલ દરેક સભ્યોઍ કર્યો હતો આ પ્રસંગે જન્માષ્ટમીને તહેવારને લઈ સમગ્ર હોલમાં વાતાવરણ ધાર્મિક બની જવા પામ્યું હતું આ કાર્યક્રમમાં ૬૦ વર્ષથી લઈને ૯૫ વર્ષના સભ્યોઍ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો