દમણીઝાંપા ખાતે ભગવાન જગન્નાથ મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી
- byDamanganga Times
- 09 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૮ ઃ પારડીમાં દમણીઝાંપા ખાતે આવેલા ગજાનન કોમ્પલેક્ષના ભગવાન જગન્નાથ મંદિરમાં દર વર્ષે સ્વ ગજાનનભાઈ પટેલ પરિવાર દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી નિમિત્તે મંદિર પરિસરમાં લોક ડાયરા સાથે વિવિધ ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ભગવાનને પંચામૃત અભિષેક કરાવી ધર્મિક વિધિ-વિધાન સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે લોકભજન ડાયરો સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજકીય, સામાજિક ક્ષેત્રના આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્ના હતા ભક્તોઍ ભગવાન જગન્નાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મટકી ફોડ કાર્યક્રમનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું ગોવિંદા ટોળકીઍ ઉત્સાહભેર મટકી ફોડી જન્માષ્ટમીની ઉજવણીમાં ઉમંગનો માહોલ સર્જ્યો હતો. મટકી ફોડ કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સમગ્ર મંદિર પરિસર ભગવાન શ્રીકૃષ્ણના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
ધાર્મિક વિધિઓ, ભજન-કીર્તન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના સંગમ સાથે પારડીના જગન્નાથ મંદિરે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હેમંતભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, અનિતાબેન પટેલ, બોની પટેલ, ચાર્લીશ ભંડારી સહીત મોટી સંખ્યા માં ભાવીભક્તો હાજર રહ્ના હતા.
