Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

ચીખલીના કાંગવઈ માર્ગ પર બાઈક સ્લીપ થતાં યુવકનું મોત

ચીખલીના કાંગવઈ માર્ગ પર બાઈક સ્લીપ થતાં યુવકનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૮ ઃ ચીખલી તાલુકાના કાંગવઈ થી જોગવાડ જતા રોડ ઉપર ઍક મોટરસાયકલ સવાર યુવાન ની ગાડી સ્લીપ થઈ જતા ગાડી નીચે દબાઈ જતા યુવાનનું મોત નીપજ્યું હોવાની ઘટના ચીખલી પોલીસ મથકે નોંધાવા પામી છે.
 ચીખલી તાલુકાના કાંગવઇ થી જોગવાડ જતા સલીમભાઈ માંકડના ખેતરની સામે જાહેર રોડ ઉપર રાત્રિના સવા નવેક વાગ્યાના અરસામાં ઍક હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર જીજે ૧૯ ઍસી ૧૬૭૦ ઉપર સવાર જીગ્નેશભાઈ શંકરભાઈ ધોડિયા પટેલ ઉ.વ. ૩૪ રહે. સાંબા ગામ વાણીયા ફળિયા તા. અંબિકા જી. સુરત જે ચીખલી થી કામ પતાવીને ઘરે જઈ રહ્ના હતો દરમિયાન પોતાની મોટરસાયકલ સ્લીપ થઈ જતા રોડ ઉપર પડતા ગાડી નીચે દબાઈ ગયો હતો જેને ૧૦૮ ની સુવિધા મારફતે ટાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જતા ફરજ પરના ડોક્ટરે જીગ્નેશ પટેલને મરણ ગયેલ હોવાનું જાહેર કર્યું હતું મરનાર જીગ્નેશભાઈ પટેલ માતા-પિતાનો ઍકનો ઍક દીકરો રહ્ના છે બનાવ અંગેની ફરિયાદ શંકરભાઈ બેહચરભાઈ પટેલ ના ઍ ચીખલી પોલીસ મથકમાં કરતા આગળની વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પી.ઍસ.આઇ આર ઍન વાડલે કરી રહ્ના છે.